<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

રામજી કા સોહરઃ બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ..

બસ્‍તીમાં ૨૫૦૦ મહિલાઓએ રામગીત ગાઈને બનાવ્‍યો વિશ્વવિક્રમ

બસ્‍તી,તા.૨૭: ઉત્તર પ્રદેશના બસ્‍તીમાં સોમવારે એક ઐતિહાસિક કાર્યક્રમમાં ૨૫૦૦ મહિલાઓએ સામૂહિક સોહર ગાઈને વિશ્વવિક્રમ બનાવ્‍યો હતો. આ ઉપલબ્‍ધિ પંડિત અટલ બિહારી વાજપેયી પ્રેક્ષાગૃહના પરિસરમાં પહલ નામની સંસ્‍થા દ્વારા આયોજિત રામજી કા સોહર કાર્યક્રમ દરમ્‍યાન થઈ હતી. આ કાર્યક્રમમાં મહિલાઓએ રામજી કા સોહર ‘બબુઆ હમાર મહારાજ હોઈ હૈ, રાજાધિરાજ હોઈ હૈ...' એકસાથે લલકાર્યું હતું. ભગવાન રામના જન્‍મને ધ્‍યાનમાં રાખીને ગવાતાં પારંપરિક લોકગીતોને રામજી કા સોહર કહેવાય છે.

લંડનથી આવેલા ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સના પ્રતિનિધિઓએ સૌથી વધુ લોકોએ ગાયેલું રામનું ગીત ગણીને વિશ્વવિક્રમ નોંધ્‍યો હતો. પહલ સંસ્‍થાના પ્રતિનિધિ શ્રીદાસને એનું સર્ટિફિકેટ સોંપ્‍યું હતું.

(2:24 PM IST)