News of Wednesday, 9th September 2026
ઈરાનમાં ૧ લિટર પેટ્રોલનો ભાવ ૧.૦૪ રૂપિયા
ઈરાનમાં પાણીની બોટલ કરતાં પણ સસ્તું છે પેટ્રોલ

તહેરાન,તા.૦૯: પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર સમગ્ર દુનિયાના ક્રૂડ ઓઈલ માર્કેટ પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતાં અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલથી લઈને CNG સુધી મોંઘા થઈ રહ્યા છે. પરંતુ જે ઈરાનને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં હલચલ મચી છે, એ જ દેશમાં પેટ્રોલનો ભાવ સાંભળીને તમને પણ ઝટકો લાગી શકે છે. ઈરાનમાં સરકાર પેટ્રોલ પર ભારે સબસિડી આપે છે અને ૩-ટિયર ફયુઅલ કાર્ડ સિસ્ટમ દ્વારા લોકોને સસ્તા ભાવે ઈંધણ આપવામાં આવે છે.
ભારત સહિત અનેક દેશોમાં એક લીટર પીવાનું પાણી લગભગ રૂ.૧૫થી રૂ.૨૦માં મળે છે. તેની સરખામણીએ ઈરાનમાં પેટ્રોલનો ભાવ ખૂબ જ ઓછો છે. તાજેતરમાં સરકાર દ્વારા ત્રીજા ટેરિફ હેઠળ પેટ્રોલના ભાવમાં વધારો કરાયો હોવા છતાં, ત્યાં પેટ્રોલનો ભાવ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. ઈરાનમાં સામાન્ય લોકોને ફયુઅલ કાર્ડ દ્વારા અલગ-અલગ કોટા મુજબ પેટ્રોલ મળે છે. શરૂઆતના કોટામાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર માત્ર ૧૫,૦૦૦ ઈરાની રિયાલ એટલે કે આશરે ૧.૦૪ રૂપિયા જેટલો જ છે.
ઈરાનમાં પેટ્રોલનું વેચાણ સામાન્ય ખુલ્લા બજારની જેમ થતું નથી. સરકાર દ્વારા ત્રણ સ્તરની ટેરિફ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. દરેક વાહનચાલકને સરકારી ફયુઅલ કાર્ડ આપવામાં આવે છે, જેના આધારે પેટ્રોલના વપરાશ અને કોટા પર નજર રાખવામાં આવે છે.
બીજો ટેરિફ પ્રથમ ૬૦ લીટરનો કોટા પૂરો થયા બાદ આગામી નક્કી કરાયેલા કોટા માટે પેટ્રોલનો ભાવ વધીને ૩૦,૦૦૦ ઈરાની રિયાલ એટલે કે આશરે રૂ.૨.૦૬ પ્રતિ લીટર થઈ જાય છે.
ત્રીજો ટેરિફ ફયુઅલ કાર્ડની નક્કી કરાયેલી મર્યાદા પૂરી થયા બાદ ત્રીજા ટેરિફ હેઠળ પેટ્રોલ ખરીદવું પડે છે. ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના ઈરાની સરકારી મીડિયા IRIBના અહેવાલ મુજબ, સરકાર દ્વારા ત્રીજા ટેરિફનો ભાવ ૫૦,૦૦૦ રિયાલ એટલે કે આશરે રૂ.૩.૪૪થી વધારીને ૧૦૦,૦૦૦ રિયાલ એટલે કે લગભગ રૂ.૬.૮૮ પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.
ઈરાનના સસ્તા પેટ્રોલનું એક રસપ્રદ ઉદાહરણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું. ભારતથી કાર દ્વારા રોડ ટ્રિપ પર ગયેલા બે ભારતીય ટ્રાવેલર્સ જ્યારે ઈરાનના પેટ્રોલ પંપ પર પહોંચ્યા ત્યારે તેમની પાસે સ્થાનિક ફયુઅલ કાર્ડ નહોતું. જે પછી પેટ્રોલ પંપના કર્મચારીએ પોતાનું ફયુઅલ કાર્ડ વાપરીને તેમની કારમાં ૩૩ લીટર પેટ્રોલ ભરાવ્યું. જેના માટે તેમણે ૫૦ લાખ રિયાલ ચૂકવ્યા અને તેની ભારતીય રૂપિયામાં ગણતરી કરી, ત્યારે ૩૩ લીટર પેટ્રોલ માટેનો કુલ ખર્ચ માત્ર ૨૭૦ રૂપિયા આવ્યો. એટલે કે ૧ લીટર પેટ્રોલનો ભાવ આશરે ૮.૧૮ રૂપિયા થયો.
સૌથી પહેલા તો ઈરાન પાસે કુદરતી રીતે ક્રૂડ ઓઈલના મોટા ભંડાર છે, જેના કારણે દેશમાં ઈંધણનું ઉત્પાદન વધારે છે. આ ઉપરાંત સરકાર સ્થાનિક લોકો માટે પરિવહનનો ખર્ચ ઓછો રાખવા પેટ્રોલ પર ભારે સબસિડી આપે છે. આ કારણોસર ઈરાનમાં પેટ્રોલના ભાવ ખૂબ જ ઓછા છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
