તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Friday, 8th May 2026
અમિતભાઈની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય દળના નેતાની વરણી

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક અને પ્રચંડ જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે રાજ્યમાં પ્રથમ વખત પોતાની સરકાર બનાવવા માટેની કવાયત એકદમ તેજ કરી દીધી છે. આ દિશામાં આગળ વધતા આજે પક્ષના ધારાસભ્ય દળના નવા નેતાની સત્તાવાર પસંદગી કરવામાં આવશે.
આ અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા સુપેરે પાર પાડવા માટે ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલ રાતથી જ વિશેષ નિરીક્ષક તરીકે પશ્ચિમ બંગાળ પહોંચી ચૂક્યા છે.
હવે બંગાળના નવા મુખ્યમંત્રીનો તાજ કોના શિરે સજાવાશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના અને ચર્ચા જોવા મળી રહી છે.
આ બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ સત્તાવાર રીતે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કરશે, જે બંગાળના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચશે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
