<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પ્રેમના બાણ વાગ્‍યા...: ભણાવતા-ભણાવતા મેડમ વિદ્યાર્થી પર મોહી ગયાઃ સ્‍કૂલમાંથી ભગાડીને લઈ ગયા છે

એક સ્‍કૂલની ૨૬ વર્ષની શિક્ષિકા શાળાના ૧૧માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને પ્રેમની જાળમાં ફસાવીને લઈ ગઈ

પટના : તા.૨૬: યુનિવર્સિટીની બીએન કોલેજમાં હિન્‍દીના પ્રોફેસર મટુક નાથ અને જૂલીની લવ સ્‍ટોરી તો જગજાહેર છે. ૫૫ વર્ષના પ્રોફેસરને પોતાની ૨૦-૨૧ વર્ષની છાત્રા સાથે પ્રેમ થઈ ગયો. બંનેએ દુનિયા સામે બાથ ભીડીને લગ્ન પણ કરી લીધા. ઠીક આવો જ એક કિસ્‍સો યુપીના બસ્‍તી જિલ્લામાંથી સામે આવ્‍યો છે. એક સ્‍કૂલની ૨૬ વર્ષની શિક્ષિકા પોતાના જ ૧૧માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને -ેમની જાળમાં ફસાવીને લઈ ગઈ. જી હાં, હવે શિક્ષિકા-છાત્રના પ્રેમની ચર્ચા આખા જિલ્લામાં થઈ રહી છે. સગીર બાળકના પિતાની ફરિયાદ પર પોલીસે પોક્‍સો અને કિડનેપિંગ એક્‍ટમાં ગુનો નોંધી લીધો છે.

પોલીસ સતત શિક્ષિકાને શોધવામાં લાગેલી છે. જો કે ૨ દિવસ બાદ સગીર છાત્ર પોતાના ઘરે પાછો આવી ગયો હતો. તેને ચાઈલ્‍ડ વેલફેર કમિટી પાસે કાઉન્‍સેલિંગ માટે લઈ જવામાં આવ્‍યો હતો.

પરેશાન પિતાએ તાત્‍કાલિક કપ્તાનગંજ પોલીસ સ્‍ટેશનમાં જઈને આવેદન આપ્‍યું અને કડક કાર્યવાહીની માગ કરી. પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ આલોક કુમાર શ્રીવાસ્‍તવે જણાવ્‍યું કે, ફરિયાદના આધાર પર આરોપી મહિલા વિરુદ્ધ ફોસલાવીને કિડનેપ કરવા અને પોક્‍સો એક્‍ટની ધારામાં ગુનો નોંધાયો છે. રિપોર્ટ લખતા જ પોલીસ ટીમ લોકેશન ટ્રેસ કરી બંનેને શોધવામાં લાગી ગઈ. આ દરમ્‍યાન વિદ્યાર્થી પાછો આવી જતાં તેનું નિવેદન નોંધવામાં આવ્‍યું છે. હાલમાં આ પ્રકરણની તપાસ એસઆઈ સુનીલ કુમાર તિવારીને સોંપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, તપાસમાં જે પણ તથ્‍ય સામે આવશે, તે હિસાબથી આગળની એક્‍શન લેવામાં આવશે.

પોલીસનું નિવેદન કપ્તાનગંજના ઇન્‍ચાર્જ પ્રભારી આલોક કુમાર શ્રીવાસ્‍તવે મીડિયાને જણાવ્‍યું છે કે શિક્ષિકા વિદ્યાર્થીને પ્રેમની જાળમાં ફસાવીને લઈ ગઈ હતી. પોલીસે શિક્ષિકા વિરુદ્ધ પોક્‍સો અને કિડનેપિંગનો ગુનો નોંધી લીધો છે. પોલીસ શિક્ષિકાને શોધી રહી છે. જો કે હજુ સુધી તેની કોઈ જાણકારી મળી નથી.

પરિવારના લોકોનું કહેવું છે કે આરોપી મહિલા લગભગ એક વર્ષ પહેલા આ સ્‍કૂલમાં ભણાવા આવી હતી અને તેને આ વિસ્‍તારની રહેવાસી છે. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવ્‍યા પિતાનો આરોપ છે કે શિક્ષિકા હંમેશા તેમના દીકરાને જાળમાં ફસાવવાની કોશિશ કરતી રહેતી હતી. મોકો મળતા જ તેને લઈને ભાગી ગઈ. કિશાર ગુમ થતાં પરિવારના લોકોએ તેને શોધવાની દરેક કોશિશ કરી, પણ કોઈ પત્તો લાગ્‍યો નહીં. બાદમાં જાણવા મળ્‍યું કે, સ્‍કૂલના મેડમ તેને ભગાડીને લઈ ગયા છે.

(10:21 AM IST)