<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

અચાનક IT ફર્મ બંધ કરીને ૫૦૦ કર્મચારીને બેરોજગાર કરી મૂકનારો પોલીસના તાબામાં

લેપટોપ માટે ૧૫,૦૦૦ રૂપિયા લીધા, લેપટોપ જ ન આપ્‍યું

નાશિક,તા.૪: નોએડાની થિન્‍કટેક ઇન્‍ડિયા OPC પ્રાઇવેટ લિમિટેડ નામની ઇન્‍ફર્મેશન ટેક્રોલોજી (IT) ફર્મની પુણેની હિજવડીની બ્રાન્‍ચ અચાનક જ બંધ કરી દેનારા કંપનીના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઑફિસર (CEO) હર્ષલ ઠાકરેની પોલીસે મંગળવારે રાત્રે નાશિકથી ધરપકડ કરી હતી. બાવીસમી એપ્રિલે કર્મચારીઓને કોઈ પણ જાતની નોટિસ આપ્‍યા વગર કંપની બંધ કરી દેવામાં આવતાં ૫૦૦ જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા હતા. આ મામલે ફર્મમાં કામ કરતી ઇન્‍ટર્ને ફરિયાદ નોંધાવી હતી.

લેપટોપ માટે ૧૫,૦૦૦ રૂપિયા લીધા, લેપટોપ જ ન આપ્‍યું ફરિયાદમાં જણાવવામાં આવ્‍યા મુજબ અનેક કર્મચારીઓ પાસેથી લેપટોપની સિક્‍યોરિટી ડિપોઝિટ તરીકે ૧૫,૦૦૦ રૂપિયા લેવામાં આવ્‍યા હતા. અનેક કર્મચારીઓએ તેમની પાસેથી પૈસા લીધા પછી લેપટોપ અપાયું જ ન હોવાનો દાવો કર્યો હતો. છેલ્‍લા બે મહિનાથી પગાર ન ચૂકવાયાનો દાવો પણ કર્મચારીઓએ કર્યો હતો.

અત્‍યાર સુધીમાં પોલીસે ૩૦ કર્મચારીઓનાં નિવેદન નોંધ્‍યાં છે, જેના આધારે તેમની પાસેથી કુલ ૧૧.૨૫ લાખ રૂપિયા પડાવાયા હોવાનું સામે આવ્‍યું છે. ભવિષ્‍યમાં વધુ કર્મચારીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવે તો વધુ રૂપિયાનો ગોટાળો સામે આવી શકે છ.

(10:28 AM IST)