News of Friday, 22nd May 2026
મુંબઈના બાંદ્રામાં હિંસા અને પથ્થરમારાની ઘટનામાં પોલીસનો મોટો સપાટો: 16 તોફાનીઓની ધરપકડ
અટકાયતમાં લેવાયેલા બે શખ્સો પૈકી એક એ જ મુખ્ય આરોપી છે જેણે હિંસા દરમિયાન પોલીસ અધિકારીઓ પર સીધો પથ્થરમારો કરીને જીવલેણ હુમલો કર્યો હતો

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા ગરીબ નગર ખાતે થયેલી હિંસા અને પથ્થરમારાની ઘટનામાં મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં કુલ ૧૬ લોકોની ધરપકડ કરી છે અને અન્ય બે શખ્સોને અટકાયતમાં લીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવાયેલા બે શખ્સો પૈકી એક એ જ મુખ્ય આરોપી છે જેણે હિંસા દરમિયાન પોલીસ અધિકારીઓ પર સીધો પથ્થરમારો કરીને જીવલેણ હુમલો કર્યો હતો. હાલમાં આ બંને શખ્સોની સઘન પૂછપરછ ચાલી રહી છે અને જરૂરી કાગળો તેમજ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવશે. પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને અન્ય તોફાની તત્વોની શોધખોળ તેજ કરી છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
