News of Wednesday, 20th May 2026
ઈટાલીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગતઃ રોમમાં બંને દેશના સંબંધોનો નવો અધ્યાય
પ્રોટોકોલ તોડીને થયેલા આત્મીય સ્વાગતથી સંબંધોમાં નવી ઉર્જાનો સંચારઃ અનેક મહત્વના કરારો પર લાગશે મહોર વ્યૂહાત્મક ભાગીદારીથી લઈને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સુધી પીએમ મોદી અને મેલોની વચ્ચે IMEC કોરિડોર અને આગામી પાંચ વર્ષના રોડમેપ પર થશે નિર્ણાયક મંથન

રોમ, તા.૨૦: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના વ્યસ્ત પ્રવાસના અંતિમ તબક્કા માટે મંગળવારે ઇટાલીની ઐતિહાસિક ધરતી પર પહોંચ્યા છે. રોમમાં પીએમ મોદીના આગમન સાથે જ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર વેલકમ માય ફ્રેન્ડ કહીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા અને વધતી જતી રાજદ્વારી નિકટતા દર્શાવે છે. આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી સીમિત નથી, પરંતુ ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇટાલીના રાષ્ટ્રપતિ સર્જિયો માટ્ટારેલા અને પીએમ મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાના કેન્દ્રમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર રહેશે, જે વૈશ્વિક વેપારની ભૂમિતિ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, બંને નેતાઓ સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના ૨૦૨૫-૨૦૨૯ ની સમીક્ષા કરશે, જે આગામી પાંચ વર્ષ માટે સંરક્ષણ, ટેકનોલોજી અને આર્થિક સહયોગનો મજબૂત પાયો નાખશે.
રાજદ્વારી બેઠકોની સાથે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના મુખ્યાલયની પણ મુલાકાત લેવાના છે. આ મુલાકાત દ્વારા ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ભૂખમરા સામેની લડાઈમાં પોતાની વિશ્વગુરુ તરીકેની ભૂમિકાને વધુ મજબૂત કરશે. બુધવારે ભારત પરત ફરતા પહેલા પીએમ મોદીની આ રોમ મુલાકાત યુરોપિયન યુનિયન સાથે ભારતના આર્થિક જોડાણને વેગ આપનારી સાબિત થશે.
મેલોનીએ સોશિયલ મીડિયા પર ‘વેલકમ માય ફ્રેન્ડ' કહીને ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ
રોમઃ જ્યારે વિશ્વના બે સૌથી પ્રભાવશાળી નેતાઓ મળે છે, ત્યારે માત્ર હેડલાઇન્સ જ નથી બનતી, પણ ઇતિહાસ રચાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રોમ પહોંચ્યા ત્યારે વાતાવરણ કોઈ રાજદ્વારી મુલાકાત કરતા વધુ પારિવારિક મિલન જેવું જણાતું હતું. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું જે અંદાજમાં સ્વાગત કર્યું તેણે ફરી એકવાર આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અને લાલ જાજમની પરંપરા વચ્ચે, બંને નેતાઓની હળવાશભરી વાતચીત અને ખાસ કરીને મેલોની દ્વારા લેવામાં આવેલી સેલ્ફીએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચાઓ જગાવી છે. આ સેલ્ફી માત્ર એક ફોટો નથી, પણ ભારત અને ઇટાલી વચ્ચેની મજબૂત વ્યૂહાત્મક કેમિસ્ટ્રીનું પ્રતીક બની ગઈ છે.
આ મુલાકાત માત્ર સેલ્ફી પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ ગહન રાજકીય અર્થો છુપાયેલા છે. ઇટાલી અત્યારે યુરોપિયન યુનિયનમાં ભારત માટે સૌથી વિશ્વાસુ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. પીએમ મોદી અને મેલોની વચ્ચેની આ મુલાકાતમાં સંરક્ષણ સહયોગ, આતંકવાદ વિરોધી લડાઈ અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ છે. મેલોનીએ જે રીતે મોદીને મારા મિત્ર કહીને આવકાર્યા છે, તે દર્શાવે છે કે પヘમિી દેશો હવે ભારતના નેતળત્વને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. રોમની ગલીઓથી લઈને સરકારી ઈમારતો સુધી ભારત અને ઇટાલીના ધ્વજ લહેરાતા જોઈને વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
