<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

PF હવે તમારા ખિસ્સામાં: ATM અને UPI થી ઉપાડી શકાશે પૈસા : EPFO 3.0 લાવશે મોટી ક્રાંતિ!

ક્લેમ સેટલમેન્ટના લાંબા ઈન્તેજારનો આવશે અંત : ઇમરજન્સીમાં સેકન્ડોમાં મળશે ભંડોળ : ખાસ 'PF ATM કાર્ડ' અને UPI લિંકિંગ દ્વારા કર્મચારીઓને મળશે બેંક જેવી સુવિધા

નવી દિલ્હી : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન  તેના કરોડો સભ્યો માટે અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ ફેરફાર કરવા જઈ રહ્યું છે. 'EPFO 3.0' પ્રોજેક્ટ હેઠળ હવે પીએફના નાણાં ઉપાડવા માટે અઠવાડિયા સુધી રાહ જોવી એ ભૂતકાળની વાત બની જશે. અત્યાર સુધી ઓનલાઈન ફોર્મ ભર્યા પછી મંજૂરી માટે જે લાંબી પ્રક્રિયા થતી હતી, તેને હવે સીધી ડિજિટલ બેંકિંગ સેવાઓ સાથે જોડવામાં આવશે. આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ કર્મચારીઓને કટોકટીના સમયે તેમના જ નાણાં તરત જ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આ યોજનાની સૌથી આકર્ષક બાબત એ છે કે EPFO તેના ખાતાધારકોને ડેબિટ કાર્ડ જેવું જ એક 'PF ATM કાર્ડ' જારી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્ડ દ્વારા તમે કોઈપણ નજીકના ATM મશીનમાંથી રોકડ ઉપાડી શકશો. એટલું જ નહીં, પીએફ ખાતાને સાથે લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવશે. એટલે કે, હવે તમે કોઈપણ પેમેન્ટ એપ દ્વારા તમારા પીએફ ભંડોળનો ઉપયોગ રોજિંદા વ્યવહારો અથવા તાત્કાલિક પેમેન્ટ માટે કરી શકશો. આનાથી પીએફ એક નિવૃત્તિ ભંડોળની સાથે સાથે એક લિક્વિડ સેવિંગ્સ એકાઉન્ટ જેવું બની જશે.

 

UPI અને ATM દ્વારા પૈસા ઉપાડવા માટે EPFO અમુક ચોક્કસ મર્યાદા નક્કી કરશે. પ્રારંભિક અહેવાલો મુજબ, ખાતાધારકો તેમના કુલ ભંડોળના 50 થી 75 ટકા સુધીની રકમ આ રીતે ઉપાડી શકશે. બાકીની રકમ નિવૃત્તિ સુરક્ષા તરીકે સુરક્ષિત રાખવામાં આવશે. જોકે, આ ટેકનિકલ ફેરફારોને કારણે લોન્ચિંગમાં થોડો વિલંબ થયો છે, પરંતુ ટૂંક સમયમાં એક નવી અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે જે આ તમામ સેવાઓ પૂરી પાડશે. આ સુવિધા આવવાથી પીએફ ઓફિસોના ધક્કા ખાવાની સમસ્યા કાયમી ધોરણે નાબૂદ થઈ જશે.

(6:56 PM IST)