News of Thursday, 4th June 2026
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શ્રી રાધા કૃષ્ણ મંદિર નો પાટોત્સવ ઉજવાશે : કાલથી "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા : ગુજરાતી પરિવારોમાં ભારે ઉત્સાહ
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર નો પાટોત્સવ તા.૧૩ ને શનિવાર તથા તા.૧૪ ને રવિવારે ભવ્યતાથી ઉજવાશે : આ કથાના આયોજનને લઈને ભારે ઉત્સાહ છવાયો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪ : ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર નો પાટોત્સવ તા.૧૩ ને શનિવાર તથા તા.૧૪ ને રવિવારે ભવ્યતાથી ઉજવાશે.
આગામી તા.5 જૂન શુક્રવારથી તારીખ 11 જૂન ગુરુવાર સુધી મહાત્મા ગાંધી સેન્ટર, રાધાકૃષ્ણ મંદિર, 145 ન્યુ નોર્થ રોડ,એડન ટેરેસ, ઓકલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સંત ભાગવતાચાર્ય "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ થનાર છે ન્યૂઝીલેન્ડમાં આપણા ગુજરાતના ઘણા પરિવારો વસવાટ કરી રહ્યા છે આ કથા ના આયોજનને લઈને ભારે ઉત્સાહ છવાયો છે વધુ માહિતી અને યોગદાન આપવા માટે ભાવિશા પટેલ( 0 211 56 86 67) તથા ભાવનાબેન પટેલ( 02763 91 65) પંડિતજી ડો. દેવરામભાઈ રાવલ( 0 210 24 42 0 48) નો સંપર્ક કરવા ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશન રાધાકૃષ્ણ મંદિર દ્વારા જણાવાયું છે.
ઉપરોક્ત તસ્વીર માં પૂજ્ય ભાઈશ્રી ની ભાગવત કથા યોજનાર છે તે ઓકલેન્ડનું શ્રી રાધા કૃષ્ણ મંદિર અને મહાત્મા ગાંધી સેન્ટર તેમજ ઈન્સેટમા રાધાકૃષ્ણ ભગવાન અને પૂજ્ય ભાઈશ્રી નજરે પડે છે.(તસ્વીર સૌજન્ય : મયૂરી વિરલ જોશી- ઓકલેન્ડ)
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
