<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

સંસદથી સડક સુધી હલ્લાબોલહવે ભાજપ દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયો ઘેરશેઃ NEET પેપર લીક પર મહાસંગ્રામ

શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદ ઠપ્‍પ, તો બીજી બાજુ સુરક્ષા ભંગના આરોપ સાથે ભાજપનો રાષ્‍ટ્રવ્‍યાપી વિરોધનો પલટવાર રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની અટકાયત અને મુક્‍તિ બાદ રાજકીય ગરમાવોઃ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનને વિપક્ષના દિગ્‍ગજ નેતાઓનું સમર્થન

નવી દિલ્‍હી, તા.૨૨: દેશભરના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે જોડાયેલા NEET પેપર લીક મામલે રાજકારણ હવે આક્રમક મોડમાં આવી ગયું છે. મંગળવારે સાંજે કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ સહિતના અગ્રણી વિપક્ષી નેતાઓએ દિલ્‍હીમાં વડાપ્રધાન નિવાસસ્‍થાન તરફ હાઈ-વોલ્‍ટેજ માર્ચ યોજી હતી. કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્ર સિંહ અને ગળહ સચિવે રાહુલ ગાંધી સાથે વાતચીત કરીને સંસદમાં ચર્ચાની ખાતરી આપી વિરોધ સમાપ્ત કરવા વિનંતી કરી હતી, પરંતુ વાતચીત અનિર્ણિત રહી. સાડા ત્રણ કલાક સુધી ચાલેલા આ ઘમાસાણ બાદ દિલ્‍હી પોલીસે દળપયોગ કરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓની અટકાયત કરી હતી, જોકે મોડી રાત્રે તેમને મુક્‍ત કરી દેવાયા હતા. બીજી તરફ, જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનને અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્‍ગજ નેતાઓનું પણ સમર્થન સાંપડ્‍યું છે.

વિપક્ષના આ આક્રમક તેવર સામે ભારતીય જનતા પાર્ટીએ પણ વળતો પ્રહાર કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભાજપે આરોપ લગાવ્‍યો છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસે વડાપ્રધાનના ઉચ્‍ચ સુરક્ષા ધરાવતા નિવાસસ્‍થાન બહાર ધરણા કરીને દેશના વડાપ્રધાનની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કર્યાં છે. આ નિકળષ્ટ રાજકીય પ્રથાના વિરોધમાં ભાજપ આજે બપોરે ૧૨ વાગ્‍યા પછી દેશભરમાં તમામ રાજ્‍ય કોંગ્રેસ કાર્યાલયોનો ઘેરાવ કરશે. ભાજપના મતે કોંગ્રેસ પક્ષ દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યો છે અને વિદ્યાર્થીઓના મુદ્દે માત્ર રાજકીય શોષણ કરી રહ્યો છે. જ્‍યારે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે સરકાર પોતાની નિષ્‍ફળતાઓ છુપાવવા અને પેપર લીકના ગંભીર મુદ્દા પરથી ધ્‍યાન ભટકાવવા માટે વિદ્યાર્થીઓ તથા વિપક્ષનો અવાજ દબાવી રહી છે.બીજી તરફ, સંસદના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દે સતત તણાવપૂર્ણ સ્‍થિતિ બની રહી છે. વિપક્ષી દળો દ્વારા કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન અને ગળહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે કરવામાં આવેલા ભારે હોબાળાને કારણે સત્રના પ્રથમ બે દિવસ પ્રશ્‍નકાળ અને શૂન્‍યકાળ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. સરકારે સ્‍પષ્ટ કર્યું છે કે તે નિયમો મુજબ સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ પોતાની માંગણીઓ વારંવાર બદલીને માત્ર હંગામો મચાવી રહ્યો છે. બુધવારે સત્રના ત્રીજા દિવસે પણ લોકસભા અને રાજ્‍યસભામાં સંગ્રામના પૂરેપૂરા અંધાણ છે, જેને પગલે લોકસભા સ્‍પીકર ઓમ બિરલા ગળહનું કામકાજ સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષો સાથે બેઠક યોજે તેવી શકયતા છે

(11:25 AM IST)