News of Saturday, 10th October 2026
પેપર લીક રોકવા NTA પ્રશ્નબેન્કને મહત્વ આપેઃ સંસદીય સમિતિની
કેન્દ્ર સરકારને અહેવાલ સોંપાયો, IIT, IIM અને AIIMSના નિષ્ણાતોની મદદથી પ્રશ્નબેન્ક તૈયાર કરવા ભલામણ : નિષ્ણાતોની વિશ્વસનીયતા અને હિતોના ટકરાવની પણ ચકાસણી કરવી પડશેઃ સંસદીય સમિતિ

નવી દિલ્હી,તા.૧૦: પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓ અટકાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પ્રશ્નબેન્ક તૈયાર કરવા ઉપર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ અને પરીક્ષાના સમયની શક્ય તેટલી નજીક પ્રશ્નપત્ર તૈયાર કરવા સંસદીય સમિતિએ કેન્દ્ર સરકારને સુપરત કરેલાં પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. પ્રશ્નબેન્કની રચના તથા પ્રશ્નોના અનુવાદ માટે IIT, IIM અને AIIMS જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિશ્વસનીય નિષ્ણાતોની મદદ લેવાનું સૂચન પણ સમિતીએ કર્યું હતું. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકના અધ્યક્ષપદ હેઠળની શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમત વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિએ રાજ્યસભાના અધ્યક્ષને ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં સુધારા અને તેને મજબૂત બનાવવા' અંગેનો અહેવાલ સુપરત કર્યો હતો.
NEETની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવા અને ફવ્ખ્માં વહીવટી ક્ષતિઓને લઈને ઊભા થયેલા વિવાદ બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિવાદને પગલે દેશભરમાં વિદ્યાર્થીઓએ વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં અને અંતે તત્કાલીન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. સમિતિએ નોંધ્યું હતું કે લાંબા ગાળે પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓ સામે રક્ષણ મેળવવા માટે પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં રોકાણ કરવું એ સૌથી વ્યવહારુ ઉપાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે એક જ પ્રશ્નસમૂહનો વારંવાર ઉપયોગ કરવો અથવા દર વર્ષે પરીક્ષકો પાસે નવા પ્રશ્નપત્રો તૈયાર કરાવવાની પદ્ધતિ અપનાવવી એ પરીક્ષાની વિશ્વસનીયતા કરી શકે છે. આથી સમિતિનું માનવું છે કે ફવ્ખ્એ વિશાળ, વિવિધતાસભર અને સતત અપડેટ થતી પ્રશ્નબેન્ક તૈયાર કરવા માટે રોકાણ કરવું જોઈએ. આ પ્રશ્નબેન્કમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરી શકાય અને પ્રશ્નપત્ર તૈયાર કરનાર નિષ્ણાતોને અગાઉથી કયા પ્રશ્નો પસંદ કરવામાં આવશે તેની જાણ ન હોય તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, આગામી વર્ષથી તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET-UG પરીક્ષા પેન-પેપર પદ્ધતિને બદલે કમ્પ્યૂટર આધારિત પરીક્ષા (CBT) તરીકે લેવામાં આવશે. સમિતિએ જણાવ્યું હતું કે CBT પદ્ધતિમાં પ્રશ્નપત્રોની સુધી તેમના પરિવહનની જરૂર રહેતી નથી. તેથી પ્રશ્નપત્રો લાંબા સમય પહેલાં તૈયાર કરવાની કોઈ અનિવાર્યતા રહેતી નથી.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, ડિજિટલ સાધનોની મદદથી પ્રશ્નબેન્કમાંથી પ્રશ્નો પસંદ કરીને અંતિમ પ્રશ્નપત્ર પરીક્ષાના સમયની શક્ય તેટલી નજીક તૈયાર કરવું જોઈએ. ત્યારબાદ નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરાવવી જોઈએ. સમિતિએ અંતિમ પ્રશ્નપત્રની ચકાસણી કરનારા નિષ્ણાતોને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી કડક નિયંત્રણ હેઠળ અલગ રાખવાની વ્યવસ્થા પર પણ ભાર મૂક્યો હતો, જેથી પ્રશ્નપત્રની ગુપ્તતા જળવાઈ રહે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
