તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 23rd April 2026
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા કોઈ વિચારણા નથી : ચૂંટણી બાદ ભાવ વધવાની અટકળને સરકારે નકારી
પેટ્રોલિયમ મંત્રાલયે આ પ્રકારના અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરવા અને નાગરિકોમાં ભય તથા ગભરાટ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો

નવી દિલ્હી : દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની અટકળોને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે ભાવ વધારાના અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું છે કે સરકાર હાલમાં કોઈપણ પ્રકારના ભાવ વધારા પર વિચાર કરી રહી નથી.
મંત્રાલયના જણાવ્યા મુજબ આ પ્રકારના અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરવા અને નાગરિકોમાં ભય તથા ગભરાટ ફેલાવવાનો પ્રયાસ છે. છેલ્લા ચાર વર્ષથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે ‘X’ પર પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
