News of Sunday, 17th May 2026
આઠમા પગાર પંચની બેઠકોનું નવું ઓફિશિયલ શિડ્યુલ જાહેર :આગામી સમયમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં પ્રસ્તાવ પર થશે આખરી મંથન
દેશના 49 લાખથી વધુ સક્રિય કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં થશે મોટો વધારો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો લાંબા સમયથી એક મહત્વના આર્થિક ફેરફારની રાહ જોઈ રહ્યા છે. દેશના સરકારી કર્મચારીઓના વેતન માળખામાં સુધારો કરવા માટે તંત્ર હવે બહુ મોટા એક્શન મોડમાં આવી ગયું છે. નાણાકીય નીતિઓ અને ભથ્થામાં સુધારો કરવા માટે નવી સત્તાવાર ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. આ મામલે આગામી નિર્ણય દેશના અર્થતંત્ર અને લાખો પરિવારોના બજેટ પર સીધી અસર કરશે.
સરકારી કર્મચારીઓના પગાર અને અન્ય નાણાકીય લાભોની સમીક્ષા માટે આઠમું પગાર પંચ ખૂબ જ ચર્ચામાં છે. આ સંદર્ભમાં સત્તાવાર સ્તરે હવે મહત્વપૂર્ણ પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે. વિભાગીય સ્તરે આયોજિત આગામી બેઠકોનું નવું સમયપત્રક સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ નવીનતમ પગલાથી કર્મચારી આલમમાં ભારે ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારનું આઠમું કેન્દ્રીય પગાર પંચ 18 અને 19 મે 2026 ના રોજ તેલંગાણાના પાટનગર હૈદરાબાદની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન પંચ કેન્દ્રીય સરકારી સંસ્થાઓ, કર્મચારી યુનિયનો અને વિવિધ એસોસિએશનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
કેન્દ્ર સરકારે પંચને જણાવ્યું છે કે તે ટર્મ્સ ઓફ રેફરન્સ જાહેર થયાના 18 મહિનાની અંદર પોતાની ભલામણો વાળો અહેવાલ સોંપે. જો આખરી અહેવાલ તૈયાર થવામાં વધુ સમય લાગે તેમ હશે, તો પંચ વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે છે.
આગામી સમયમાં યોજાનારી હાઈ લેવલ મિટિંગ્સમાં કર્મચારી સંગઠનો અને નાણાકીય નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરાશે. વિવિધ સરકારી એસોસિએશનો દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તો અને માંગણીઓ પર આ બેઠકોમાં ગંભીરતાપૂર્વક મંથન કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ નવીનતમ શિડ્યુલની જાહેરાત બાદ હવે પ્રક્રિયા વધુ ઝડપી બનશે. આનાથી વેતન અને ભથ્થા સંબંધિત નીતિઓ ઘડવામાં ખૂબ જ સરળતા રહેશે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
