<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

નાસાનું સ્પેસ ટેલિસ્કોપને ધરતી પર પડવાથી બચાવવા માટે 30 મિલિયન ડોલરના ખર્ચે એક વ્ચાપક અભિયાન

એક રોબોટિક સ્પેસક્રાફ્ટને મોકલવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટ NASAના Swift Observatoryને ઉચ્ચ ભ્રમણ કક્ષામાં પકડીને લઈ જશે

NASA એ તેના એક બહુ જૂના થઈ ગયેલા સ્પેસ ટેલિસ્કોપને ધરતી પર પડવાથી બચાવવા માટે એક વ્ચાપક અભિયાન હાથ ધર્યું છે. આ સાથે ભ્રમણ કક્ષામાં રહેલા સેટેલાઈટની સ્થિતિને બદલવા તથા રોબોટીક સ્પેસક્રાફ્ટનો અમેરિકા દ્વારા આ સૌ પ્રથમ પ્રયત્ન છે.

આ સપ્તાહમાં NASA દ્વારા 30 મિલિયન ડોલરના ખર્ચથી આ મિશન હાથ ધરવામાં આવશે અને એક રોબોટિક સ્પેસક્રાફ્ટને મોકલવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટ NASAના Swift Observatoryને ઉચ્ચ ભ્રમણ કક્ષામાં પકડીને લઈ જશે, જેથી તે ધરતીના વાતાવરણમાં ધીમે ધીમે સળગીને ખતમ થઈ જવાને બદલે બ્રહ્રાંડના સૌથી શક્તિશાળી એવા કોસ્મિક એક્સપ્લોઝન્સને લગતા અભ્યાસ તથા સંશોધનને જાળવી રાખી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2004થી Swift સતત બ્રહ્હાંડ પર નજર રાખી રહ્યું હતું અને યુનિવર્સમાં ગામા કિરણોના વિસ્ફોટો તથા તૂટી રહેલા તારા અંગે પૂરી ભાળ મેળવવાની કામગીરી ધરાવતું હતું. અલબત છેલ્લા કેટલાક વર્ષોમાં સૂર્યની એક્ટિવિટી ખૂબ જ વધી ગઈ છે અને તેને લીધે એટમોસ્ફેરિક ડ્રેગ વધી ગયું છે, જેને લીધે ટેલીસ્કોપ અપેક્ષા કરતાં વધારે ઝડપથી તેની ઉંચાઈ ગુમાવી રહ્યું છે.

Nasaનું કહેવું છે કે Swiftને ધરતીથી 360 કિમી ઊંચાઈએ ભ્રમણ કક્ષામાંથી ખસેડીને આશરે 600 કિમીની ઊંચાઈએ કાર્યરત કરવાની જરૂર છે. આ રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવે તે અગાઉ જો તે 300 કિમીથી નીચેની સપાટીએ આવી જશે તો આ મિશનને સફળતા અપાવવી શક્ય બનશે નહીં.

જ્યારે લિફ્ટ ટેલિસ્કોપ સુધી પહોંચવામાં આવશે તો આંગળીની માફક ગ્રિપર્સ ધરાવતા ત્રણ રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરીને સ્પેસક્રાફ્ટને પકડશે અને ત્યારબાદ ધીમે ધીમે તેને બે મહિનામાં એક સુરક્ષિત ભ્રમણ કક્ષામાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદ સ્વિફ્ટ સપ્ટેમ્બર મહિનામાં વૈજ્ઞાનિક રીતે ઓર્બ્ઝર્વેશનની કામગીરી ફરી શરૂ કરશે.

(11:16 PM IST)