<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

નરેન્‍દ્રભાઇનો ભવ્‍ય રોડ-શોઃ સોમનાથ મહાદેવને ઐતિહાસીક કુમ્‍ભાભિષેક

શ્રી સોમનાથ મહાદેવ મંદિરના અમૃત પર્વ-ર૦ર૬માં વડાપ્રધાન તથા ભુપેન્‍દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી સહિતના ઉપસ્‍થિત હેલીપેડથી વીર હમીરજી ગોહિલજી સર્કલ સુધીનો ભવ્‍ય રોડ-શોમાં લોકોનું અભિવાદન ઝીલ્‍યુઃ એર-શોમાં જવાનો દ્વારા દિલધડક કરતબો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૧: સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આયોજિત ‘‘સોમનાથ અમળતપર્વ-૨૦૨૬''માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ નરેન્‍દ્રભાઈ મોદી આજે વેરાવળ પધાર્યા છે. આ તકે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ વડાપ્રધાનશ્રી આ પર્વની ઉજવણીમાં સાથે જોડાયા છે.

હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ આવ્‍યા હતા. અહીં હેલિપેડ પર ઉતર્યા બાદ તેઓ વીર હમીરજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્‍યુ હતું. રોડ શો બાદ વડાપ્રધાનશ્રી સોમનાથ પરિસર ખાતે પધાર્યા હતા. અહીં વડાપ્રધાન શ્રી સોમનાથ મંદિર પુનઃ નિર્માણના સ્‍વપ્ન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્‍પાંજલિ અર્પણ  કરી હતી. વડાપ્રધાનશ્રી મંદિરમાં સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરી હતી. અને જન-જનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

આ અવસરે વડાપ્રધાનશ્રી સોમનાથ મંદિર પર કુંભાભિષેક તેમજ ધ્‍વજારોહણ કરાવ્‍યુ હતું. એ પછી ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક્‍સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શો યોજાયો હતો. મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સદભાવના ગ્રાઉન્‍ડ ખાતે જનસભાને સંબોધિત કરશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સભામાં સોમનાથ મંદિરની પ્રતિકળતિ અંકિત વિશેષ સ્‍મારક ડાક ટિકિટ તેમજ રૂ. ૭૫ના વિશેષ સ્‍મારક સિક્કાનું વિમોચન કર્યું હતું.

પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર સનાતન સંસ્‍કળતિની અડગ શક્‍તિ અને સંઘર્ષ સામેના વિજયનું જીવંત પ્રતિક છે. આઝાદી બાદ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો દ્રઢ સંકલ્‍પ લીધો હતો, જેના પરિણામે આજે ભવ્‍ય મંદિરનું નિર્માણ શકય બન્‍યું છે. શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પુનઃપ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૮ મે થી ૧૧ મે ૨૦૨૬ દરમિયાન ‘‘સોમનાથ અમળત પર્વ -૨૦૨૬''ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભારતના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજે સોમનાથ મંદિરે આવ્‍યા છે.

એક ઐતિહાસિક આધ્‍યાત્‍મિક ક્ષણ - સોમનાથ મંદિર પર પેહલી વાર ૯૦ મિટિર ઉંચા શિખર પર કુમ્‍ભાભિષેક ૧૧ તીર્થોના જળથી, ૮×૯ ફુટના કળશથી ૯૦ મીટર ઊંચા શિખર પર વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ કુંમ્‍ભાભિષેક, તા ૮ થી ૧૧ મે ૨૦૨૬ દરમિયાન ૫ દિવસીય ‘‘સોમનાથ અમળત પર્વ'' આયોજન ૫૧ બ્રાહ્મ ણો દ્વારા અતિરુદ્ર પાઠ અને વૈદિક મંત્રોચ્‍ચાર ૩ દિવસીય મહારુદ્ર યજ્ઞમાં ૧.૨૫ લાખ આહુતિઓ, આ આધ્‍યાત્‍મિક સિદ્ધિને સાકાર બનાવવા માર્ગ અને મકાન વિભાગે નમ્ર સહભાગી તરીકે પોતાની ભૂમિકા નિભાવીછે.

(11:20 AM IST)