<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

દિલ્‍હીના બેલા એસ્‍ટેટના ૭૨૮ મતદારોમાંથી ૭૨૭ના નામ હટાવાયા

રાહુલ ગાંધીએ ગણાવી વોટ ચોરીની પદ્ધતિ ચૂંટણી અધિકારી પાસે માંગ્‍યું કારણ

નવી દિલ્‍હી તા.૨૯: ચાંદની ચોક વિધાનસભા મતવિસ્‍તાર હેઠળ આવતા વિજય ઘાટના જેજે બેલા એસ્‍ટેટના મતદારોના નામ કથિત રીતે મતદાર યાદીમાંથી દૂર કરવા અંગેની જનતાની ફરિયાદોને પ્રકાશિત કરતા ETV ભારતના અહેવાલના થોડા દિવસો બાદ, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચે સ્‍પેશિયલ ઇન્‍ટેન્‍સિવ રિવિઝન (SIR) દરમિયાન દિલ્‍હીના બેલા એસ્‍ટેટના ૭૨૭ રહેવાસીઓના નામ મતદાર યાદીમાંથી દૂર કર્યા છે; તેમણે આને પગલાને વોટ ચોરીની પદ્ધતિ ગણાવી હતી.

ETV ભારતે ૯ સપ્‍ટેમ્‍બરના રોજ પ્રકાશિત થયેલા તેના અહેવાલમાં પરિસ્‍થિતિની ગંભીરતા પર ભાર મૂક્‍યો હતો. અહેવાલમાં જણાવાયું હતું કે ચાંદની ચોક મતવિસ્‍તારના આ ચોક્કસ મતદાન મથક પર SIR પહેલાં ૭૨૯ મતદારો હતા, પરંતુ હવે ત્‍યાં માત્ર એક જ મતદાર બાકી રહ્યો છે. મતદારનું નામ દૂર કરવાના એક સ્‍પષ્ટ કિસ્‍સામાં, મંગોલપુરીના Y-બ્‍લોકના રહેવાસી કાંતા પ્રસાદ જીવિત હોવા છતાં તેમને મૃત જાહેર કરીને ASDD યાદીમાં મૂકવામાં આવ્‍યા હતા; ETV ભારતે આ બાબતને પણ પ્રમુખતાથી રજૂ કરી હતી.

ગાંધીના જણાવ્‍યા અનુસાર, આ લોકો દાયકાઓથી અહીં રહે છે અને તેમણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી તથા ૨૦૨૫ની દિલ્‍હી ચૂંટણીમાં મતદાન કર્યું છે. X પર જાહેર કરાયેલા એક વીડિયોમાં તેમણે કહ્યું કે, ૨૦૨૩માં તેમનાં ઘરો તોડી પાડવામાં આવ્‍યાં હોવા છતાં તેઓ ત્‍યાંથી ગયા નહીં અને ત્‍યાં જ રહ્યા.

(3:40 PM IST)