News of Sunday, 28th June 2026
100થી વધુ પુરુષો અને 15 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા: હત્યા બાદ મૃતદેહ સાથે પણ હેવાનિયત: HIV પોઝિટિવ યુવકનું ખતરનાક કૃત્ય
આરોપી મુખ્યત્વે રસ્તા કિનારે અથવા ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોને નિશાન બનાવતો હતો. તે તેમને દારૂ પીવડાવી બેભાન કરતો

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કટારા હિલ્સ વિસ્તારમાં થયેલા સનસનીખેજ બ્લાઇન્ડ મર્ડર કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ પૂછપરછ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના કારણે પોલીસ વિભાગ સાથે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય ડિલિવરી બોય તરીકે શહેરમાં ફરતો આ યુવક વાસ્તવમાં સાયકો સિરિયલ ‘પ્રેડેટર’ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હાલ આરોપી 30 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે ભોપાલમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હોવાથી શહેરના લગભગ તમામ વિસ્તારો અને સૂમસામ સ્થળોની તેને સારી જાણકારી હતી. તે રાત્રિના સમયે ડિલિવરીના બહાને બહાર નીકળતો, દારૂ ખરીદતો અને ત્યારબાદ એકલા લોકોની શોધમાં રહેતો હતો. જ્યાં કોઈ વ્યક્તિ એકલી મળતી, તેને પોતાનો શિકાર બનાવતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી જેન્ડર આધારિત સોશિયલ મીડિયા એપ્સ મારફતે લોકોના સંપર્કમાં આવતો હતો. ઉપરાંત, રાત્રિના સમયે પ્રભાત ચોક, બોર્ડ ઑફિસ અને નાકા જેવા વિસ્તારોમાં સક્રિય રહેતો હતો. ત્યાં એકલા મળતા પુરુષોને પૈસાની લાલચ આપતો અથવા દારૂ પીવડાવી પોતાની જાળમાં ફસાવતો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે વર્ષ 2018માં જેલમાંથી છૂટ્યા બાદથી તેનું કોઈ કાયમી રહેઠાણ નહોતું. તે મોટાભાગનો સમય રસ્તાઓ પર જ વિતાવતો હતો. તેણે વધુમાં એવો પણ દાવો કર્યો કે અત્યાર સુધીમાં તે 100થી વધુ પુરુષો અને 15 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધી ચૂક્યો છે. આ દાવા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી છે અને હવે તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
આરોપી મુખ્યત્વે રસ્તા કિનારે અથવા ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોને નિશાન બનાવતો હતો. તે તેમને દારૂ પીવડાવી બેભાન કરતો હતો. આરોપીના જણાવ્યા મુજબ તે જાણીજોઈને વધુ પ્રમાણમાં દારૂ પીવડાવતો હતો, જેથી જો ભોગ બનનાર વ્યક્તિ બાદમાં પોલીસ સુધી પહોંચે તો નશાની સ્થિતિને કારણે તેની વાત પર વિશ્વાસ ન કરવામાં આવે.
શનિવારે કટારા હિલ્સ પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ આરોપીને ઇકોલોજિકલ પાર્ક ખાતે આવેલા ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ત્યાં ડમીની મદદથી સમગ્ર ઘટનાક્રમનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ હત્યાની સમગ્ર ઘટના કેવી રીતે અંજામ આપી તેની વિગતો રજૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપી HIV પોઝિટિવ છે. વર્ષ 2022-23 દરમિયાન ભોપાલના મિસરોદ પોલીસ સ્ટેશનના અન્ય એક કેસમાં જેલમાં હતો ત્યારે તેની તબીબી તપાસમાં HIV સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.
હવે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આરોપી માનસિક વિકૃતિના કારણે અન્ય લોકોને જાણબૂઝીને સંક્રમિત કરવાનો પ્રયાસ કરતો હતો કે નહીં. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી અને તપાસ ચાલુ છે.
પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે ઘટનાના દિવસે તેણે મૃતકને પહેલા દેશી દારૂ પીવડાવ્યો હતો. જ્યારે તે બેભાન થઈ ગયો ત્યારે તેની શર્ટ ઉતારી લગભગ 15 મીટર સુધી ઘસડીને પુલ નીચે લઈ ગયો હતો. ત્યારબાદ ભારે પથ્થર પર તેનું માથું જોરથી પછાડતાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે હત્યા બાદ આરોપીએ મૃતદેહ સાથે પણ અપ્રાકૃતિક કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી
કટારા હિલ્સ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનીલ દુબેએ જણાવ્યું કે આરોપીનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ ટીમ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ, એપ્લિકેશન હિસ્ટ્રી અને ચેટ રેકોર્ડની વિગતવાર તપાસ કરી રહી છે. ડિજિટલ પુરાવાના આધારે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તેમને જરૂરી આરોગ્ય સલાહ અને કાઉન્સેલિંગ ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં કોઈ મહિલા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ થયાનો સીધો પુરાવો મળ્યો નથી. તેમ છતાં, કેસના દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
