News of Monday, 16th November 2026
"મમ્મી 4 વખત કેન્સર સરવાઈવર છે, પરંતુ મેં તેમને ક્યારેય ડરતા કે મુશ્કેલીમાં પીછેહઠ કરતા નથી જોઈ" - રાહુલ ગાંધી
પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચન કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભાવુક અંદાજમાં નજરે પડ્યા

નવી દિલ્હી ખાતે સોનિયા ગાંધીના સંસ્મરણો પર આધારિત પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ના વિમોચન કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભાવુક અંદાજમાં નજરે પડ્યા હતા. તેમણે પોતાની માતા સોનિયા ગાંધીના સંઘર્ષને યાદ કરતા જણાવ્યું હતું કે, પુસ્તકમાં જે વાંચવા મળે છે તે પિતા (રાજીવ ગાંધી) ના અવસાન પહેલાની સોનિયા ગાંધી છે. રાહુલે ખુલાસો કર્યો હતો કે, સોનિયા ગાંધી માત્ર બે કે ત્રણ નહીં, પરંતુ ચાર વખત કેન્સર સરવાઈવર રહી ચૂક્યા છે, છતાં તેમણે આ બાબતને હંમેશાં ખૂબ જ સરળતાથી લીધી છે. પોતાના જીવનમાં ક્યારેય પણ પોતાની માતાને ડરેલી કે મુશ્કેલીઓથી પીછેહઠ કરતી જોઈ નથી તેમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે, પિતા રાજીવ ગાંધી પણ તેમના પર અત્યંત ગર્વ અનુભવતા હોત. આ પ્રસંગે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
