News of Tuesday, 10th November 2026
જયપુરમાં ૧૮ વર્ષની યુવતી સાથે મૌલાનાના નિકાહનો વિવાદ: ત્રણ સંતાનોના પિતા એવા મૌલાનાએ મદરેસામાં અભ્યાસ કરતી ૧૮ વર્ષની યુવતી સાથે નિકાહ કરતાં હોબાળો: કોર્ટ પરિસરમાં મારામારી
લીસની હાજરીમાં રોષે ભરાયેલા લોકોએ મૌલાનાને ઘેરીને માર માર્યો: યુવતીને પ્રભાવિત કરી લગ્ન કર્યાનો પરિવારનો આરોપ, પોલીસ તપાસ ચાલુ

જયપુર, તા. ૯: રાજસ્થાનની રાજધાની જયપુરમાં મદરેસાના સંચાલક અને ત્રણ સંતાનોના પિતા એવા મૌલાનાએ ૧૮ વર્ષની યુવતી સાથે નિકાહ કરતાં વિવાદ સર્જાયો છે. જયસિંહપુરા ખોર પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૌલાના સામે વિરોધ નોંધાવ્યો હતો.
અહેવાલો મુજબ મૌલાના વકાર અગાઉથી પરણિત છે. મદરેસામાં અભ્યાસ કરતી યુવતી સાથે તેણે નિકાહ કર્યા હોવાની જાણ થતાં પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરિવારનો આરોપ છે કે યુવતીને પ્રભાવિત કરીને તેની સાથે લગ્ન કરવામાં આવ્યાં હતાં.
પોલીસે શાંતિભંગની આશંકાએ મૌલાના સામે કાર્યવાહી કરી હતી. શનિવારે, ૭ નવેમ્બરે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કેટલાક રોષે ભરાયેલા લોકોએ પોલીસની હાજરીમાં માર માર્યો હતો. પોલીસે દરમિયાનગીરી કરીને તેને બચાવ્યો હતો. ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
યુવતીએ પોતે પુખ્તવયની હોવાનું અને નિકાહ કર્યાનું જણાવ્યાના અહેવાલો છે. પોલીસે યુવતીની ઉંમર, તેના નિવેદન અને પરિવારના આક્ષેપોની તપાસ હાથ ધરી છે.
જોકે યુવતીનું બ્રેઇનવોશ કરાયું હોવાનો આરોપ હજુ સાબિત થયો નથી.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
