News of Thursday, 13th August 2026
૫ લાખની ૧ FD કરાવવી કે ૧ લાખ રૂપિયાની ૫ FD કરાવવી?
શેમાં તમને થશે વધારે ફાયદો?

નવી દિલ્હી તા.૧૩: ફિક્સ્ડ ડિપોઝીટ આજે પણ તે લોકોની વચ્ચે ઘણી લોકપ્રિય છે, જે તેમના રૂપિયા પર એક નક્કી અને સુરક્ષિત રિટર્ન ઈચ્છે છે. પરંતુ જો તમારી પાસે ૫ લાખ રૂપિયા છે, તો FD કરાવતા સમયે એક સવાલ જરૂરી આવે છે કે, બધા રૂપિયા એક જ જ્ઝમાં લગાવવા કે અલગ-અલગ નાની-નાની જ્ઝ કરાવવી?
સીધી વાત એ છે કે, જો બધી જ્ઝમાં વ્યાજ દર અને પીરિયડ એક જેવા છે, તો કુલ રિટર્નમાં ખાસ ફરક નહીં પડે. એટલે કે, ૫ લાખ રૂપિયાની એક જ્ઝ હોય અથવા ૧ લાખ રૂપિયાની ૫ જ્ઝ, સમાન વ્યાજ અને પીરિયડ હોવા પર મેચ્યોરિટીના સમયે મળનારી રકમ લગભગ બરાબર હશે. પછી સવાલ ઊભો થાય છે કે, રૂપિયા વહેંચવાનો ફાયદો શું છે? તેનો જવાબ તમારી જરૂરિયાત, રૂપિયાની ઉપલબ્ધતા અને ભવિષ્યની યોજના પર નિર્ભર કરે છે.
૫ લાખ રૂપિયાની એક FDમાં રૂપિયા લગાવવા પર શું થશે?: માની લો કે, તમે ૫ લાખની FD ૭ ટકાના વાર્ષિક વ્યાજ પર ૧૦ વર્ષ માટે કરાવી. કમ્પાઉન્ડિંગના આધાર પર ૧૦ વર્ષ બાદ તમને ૯.૮૪ લાખ રૂપિયા મળી શકે છે. આમાં લગભગ ૪.૮૪ લાખ રૂપિયાનું વ્યાજ મળશે. આ રકમ જો સમાન વ્યાજ દર અને પીરિયડ પર પાંચ અલગ-અલગ જ્ઝમાં વહેંચી દેવામાં આવે, તો કુલ મેચ્યોરિટી રકમ લગભગ તેટલી જ રહેશે. એટલા માટે માત્ર વધારે રિટર્ન માટે FDને ટુકડામાં વહેંચવાની જરૂર નથી.
એક મોટી FDનો ફાયદોઃ પૂરા ૫ લાખ રૂપિયાને એક FDમાં રાખવાનો સૌથી મોટો ફાયદો છે સરળ મેનેજમેન્ટ. તમારે માત્ર એક જ એફડીનો રેકોર્ડ રાખવાનો રહેશે. એક જ મેચ્યોરિટી ડેટ હશે અને રિન્યુઅલ એટલે કે, ફરી રોકાણ કરતા સમયે પણ વધારે ઝંઝટ નહીં થાય. જો તમે જાણો છો કે, તમને આગામી ઘણા વર્ષો સુધી આ રૂપિયાની જરૂર નહીં પડે, તો એક FD રાખવી સરળ વિકલ્પ હોઈ શકે છે.
તેનું એક નુકસાન પણ છેઃ માની લો કે, તમે પૂરા ૫ લાખ રૂપિયાની એક FD કરાવી અને થોડા સમય બાદ તમને અચાનક ૧ લાખ રૂપિયાની જરૂર પડી ગઈ. આવી સ્થિતિમાં બેંક નિયમો પ્રમાણે, FDને સમય પહેલા બંધ કરવી પડી શકે છે અથવા આંશિક ઉપાડની સુવિધા ઉપલબ્ધ હોય તો તેની શરતો પણ લાગુ થઈ શકે છે. સમય પહેલા એફડી તોડવા પર પેનલ્ટી અથવા ઓછું વ્યાજ મળી શકે છે.
નાની-નાની FD બનાવવાનો શું ફાયદો?: જો થોડા સમય બાદ તમને ૧ લાખ રૂપિયાની જરૂર પડે છે, તો તમે જરૂરિયાત હિસાબથી માત્ર એક FD ને બંધ કરવાનો વિકલ્પ જોઈ શકો છો. બાકી ૪ FD ચાલતી રહેશે અને તેના પર વ્યાજ મળતું રહેશે. આ નાની FD માં રૂપિયા વહેંચવાનો સૌથી મોટો ફાયદો છે.
કુલ મળીને, એક મોટી FD અને ઘણી નાની FD માં રિટર્નમાં મોટુ અંતર નથી, પરંતુ રૂપિયાની સુવિધા અને ઉપયોગનો ફરક છે. એટલા માટે FD પસંદ કરતા સમયે માત્ર વ્યાજ દર ન જુએ, પરંતુ એ પણ વિચારો કે, તમને વચ્ચે રૂપિયાની જરૂર પડી શકે છે કે નહીં.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
