<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

અમેરિકાને મોટો રાજદ્વારી આંચકો : ક્યુબા પરના પ્રતિબંધો હટાવવા ભારત સહિત ૧૩૦ દેશો એકજૂટ

યુનોમાં અમેરિકાના પ્રતિબંધો વિરુદ્ધ ઠરાવ પસાર; ૧૭ દેશોનો વિરોધ અને ૨૫ દેશો મતદાનથી દૂર રહ્યા

સંયુક્ત રાષ્ટ્ર: ક્યુબા સામે અમેરિકાએ લાદેલા આર્થિક, વ્યાપારી અને નાણાકીય પ્રતિબંધો દૂર કરવાની માગણી કરતા ઠરાવને ભારત સહિત ૧૩૦ દેશોએ સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૮ ઓક્ટોબરે યોજાયેલા મતદાનમાં ૧૭ દેશોએ વિરોધ કર્યો, જ્યારે ૨૫ દેશો તટસ્થ રહ્યા. 

ભારતના પ્રતિનિધિ સૌમ્યા નાયરે જણાવ્યું કે આવા પ્રતિબંધો દેશોની સાર્વભૌમત્વની ભાવના અને વિકાસને અસર કરે છે. 

અમેરિકા અને ઇઝરાયેલે ઠરાવનો વિરોધ કર્યો હતો. ગયા વર્ષે ઠરાવને ૧૬૫ દેશોનું સમર્થન મળ્યું હતું. આ વખતનું સમર્થન ઘટ્યું હોવા છતાં ઠરાવ પસાર થયો છે. 

જોકે આ ઠરાવ બંધનકર્તા નથી અને તેના કારણે અમેરિકાના પ્રતિબંધો આપમેળે હટી જશે નહીં.

(7:23 PM IST)