<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

સુરતના ઘોડદોડ રોડ પરની બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી :સુરક્ષા તંત્રમાં ખળભળાટ

સુરત પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી: બેન્ક કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળતાં સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બેન્કના સત્તાવાર ઇમેઇલ પર આ ધમકીભર્યો સંદેશો મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં Security Alert જાહેર કરવામાં આવ્યું હતું.

માહિતી મળતાની સાથે જ સુરત પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બેન્ક કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને બેન્ક પરિસરને કોર્ડન કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન આ મેસેજ મળતા પોલીસ વધુ સતર્ક બની હતી.

સાયબર ક્રાઇમની ટીમે પણ ઇમેઇલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આવા નકલી ધમકીભર્યા મેસેજ મળ્યા હોવાથી આ ઇમેઇલ પણ ફેક હોવાની સંભાવના છે, પરંતુ પોલીસે કોઇ જોખમ ન લેતા સઘન કાર્યવાહી કરી હતી.

(2:23 PM IST)