News of Tuesday, 2nd June 2026
લિંકન ફાર્મા લિમિટેડે રૂ.૮૭.૮૯ કરોડ નેટ પ્રોફિટ; રૂ.૧૩૧.૧૪ કરોડ EBITDA અને રૂ.૭૦૪.૪૮ કરોડની કુલ આવક નોંધાવી
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રતિ શેર રૂ.૧.૮૦ એટલે કે ૧૮%નાં ડિવિડન્ડની ભલામણ કરી

મુંબઈ,તા.૨: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક, લિકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (BSE: 531633, NSE: LINCOLN) એ ૩૧ માર્ચ ૨૦૨૬નાં રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. ૮૭.૮૯ કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૮૨.૩૫ કરોડનાં નેટ પ્રોફિટની તુલનામાં ૬.૭૪%ની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે કામગીરીમાંથી આવક રૂ. ૭૦૪.૪૮ કરોડ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં રૂ. ૬૪૫.૭૧ કરોડની તુલનામાં ૯.૧૦% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે EBITDA રૂ.૧૩૧.૧૪ કરોડ રહ્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા રૂ.૧૨૩.૯૭ કરોડના EBITDAની તુલનામાં ૫.૭૮% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૬ માટે EPS પ્રતિ શેર રૂ. ૪૩.૮૮ નોંધાયું હતું.
કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૧૦ પ્રતિ શેરની ફેસ વેલ્યૂ પર રૂ.૧.૮૦ પ્રતિ શેર એટલે કે ૧૮% ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ માર્ચ ૨૦૨૬માં પૂરા થયેલા વર્ષ માટે રૂ. ૧૧૫.૬૩ કરોડ પ્રોફિટ બિફોર ટેક્સ નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૧૦૯.૧૯ કરોડ હતો. ૩૧ માર્ચ ૨૦૨૬નાં રોજ ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સે (FII) કંપનીમાં તેમનો હિસ્સો સતત વધારીને ૫.૨૦% કર્યો છે, જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું (DII) હોલ્ડિંગ ૧.૦૮% હતું. ગ્રીનએક્સ વેલ્થ મલ્ટિહોરાઇઝન્સ ઓપોર્ચ્યુનિટી ફંડ અને રિમો કેપિટલ ફંડ એલપી કંપનીમાં અનુક્રમે ૧.૦૭% અને ૧.૩૩% હિસ્સો ધરાવે છે.
કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. ૧,૦૦૦ કરોડની આવકનું લક્ષ્ય ધરાવે છે, જે હાઇ-વેલ્યૂ પ્રોડક્ટ લાઇનમાં બિઝનેસ એક્સપાન્શન અને નવા માર્કેટમાં પ્રવેશને આભારી છે. આ ધ્યેય ૧૫-૧૮% વાર્ષિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરવાની વ્યાપક સ્ટ્રેટેજીનો એક ભાગ છે, જે કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ચ્ફવ્ સેગમેન્ટમાં મજબૂત પર્ફોર્મન્સ દ્વારા સંચાલિત છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
