News of Sunday, 19th July 2026
મધ્ય પ્રદેશના છતરપુરમાં કેન-બેતવા લિંક પ્રોજેક્ટ તેમજ અન્ય પ્રાદેશિક સિંચાઈ યોજનાઓ વિરુદ્ધ જલ અને ચિતા સત્યાગ્રહ કરતા આદિવાસી આંદોલનકારીઓને પોલીસે બળપ્રયોગ કરી ખદેડ્યા: ચૌદ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર અમિત ભટનાગરની તબિયત લથડતાં હોસ્પિટલ ભેગા કરાયા: પોલીસે દોઢસોથી વધુ વિરોધીઓને બળજબરીથી તેમના મૂળ ગામોમાં બસો મારફતે પરત ધકેલી દીધા

ભોપાલ: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં દેશના પ્રથમ નદી જોડાણ પ્રોજેક્ટ કેન-બેતવા લિંક અને અન્ય પ્રાદેશિક સિંચાઈ યોજનાઓ સામે છેલ્લા ૧૫ દિવસથી ચાલી રહેલા ઉગ્ર આંદોલનને પોલીસે બળપ્રયોગ કરીને સમાપ્ત કરાવી દીધું છે.
કૂપી ગામ નજીક બરાના નદીના કિનારે આદિવાસી મહિલાઓની આગેવાનીમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનના સ્થળને પોલીસે સંપૂર્ણપણે ખાલી કરાવી દીધું છે. આશરે ૧૫૦ થી વધુ પ્રદર્શનકારીઓને બસો મારફતે તેમના મૂળ ગામોમાં પરત મોકલી દેવામાં આવ્યા છે.
આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ પોતાની માગણીઓ પ્રશાસન સમક્ષ પહોંચાડવા માટે ખૂબ જ અનોખી અને ચોંકાવનારી પદ્ધતિઓ અપનાવી હતી. જેમાં પાણીમાં ઊભા રહીને જલ સત્યાગ્રહ, પ્રતીકાત્મક ચિતા પર સૂઈને ચિતા સત્યાગ્રહ અને ગળામાં ફાંસીનો ફંદો લગાવીને ફાંસી સત્યાગ્રહનો સમાવેશ થાય છે.
આ આંદોલનની આગેવાની કરી રહેલા સામાજિક કાર્યકર્તા અમિત ભટનાગર છેલ્લા ૧૪ દિવસથી અનશન પર બેઠા હતા. લાંબા સમયની ભૂખ હડતાળના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડતાં પોલીસે તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
