તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 23rd September 2026
કેજરીવાલનો મોરચો: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ કરી દેશદ્રોહનો કેસ નોંધો, દિલ્હી-મહારાષ્ટ્ર સહિતની ચૂંટણીઓ રદ કરો!
AAP સુપ્રીમોના ગંભીર આક્ષેપો; 'SIR' દ્વારા દેશભરમાંથી ૧૩ કરોડ મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ કરવાનો અને એકહથ્થુ શાસન ચલાવવાનો દાવો.

નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોરચો માંડતા તેમની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેમની સામે 'રાજદ્રોહ'નો ગુનો નોંધવાની સળગતી માંગ કરી છે. એક અખબારી અહેવાલનો હવાલો આપતાં કેજરીવાલે દાવો કર્યો છે કે દેશમાં વ્યાપક સ્તરે મતોની ચોરી કરીને ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે.
ચૂંટણી પંચના આદેશો ગેરબંધારણીય અને ગેરકાયદેસર: કેજરીવાલ
એક ઈમરજન્સી પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ચૂંટણી પંચ એટલે કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ ત્રણેય કમિશનરોની બનેલી બોડી છે. તમામ નિર્ણયો ત્રણેય સભ્યોની સંમતિથી લેવાના હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મનસ્વી રીતે અને અન્ય બે કમિશનરોના વિરોધ છતાં એકહથ્થુ રીતે આદેશો જારી કરી રહ્યા છે."
તેમણે ઉમેર્યું કે ચૂંટણી કમિશનર સંધુ સાહેબ અને જોશી સાહેબે ૨૦૨૫ અને ૨૦૨૬માં વારંવાર લેખિત વિરોધ નોંધાવ્યો હતો કે ચૂંટણી પંચની સત્તાવાર બેઠક અને મંજૂરી વિના ગૌણ અધિકારીઓને ગેરકાયદેસર આદેશો જારી થઈ રહ્યા છે.
૧૩ કરોડ મતદારોના નામ રદ; ચૂંટણીઓ ફરી યોજવાની માંગ
કેજરીવાલે ગંભીર આક્ષેપ કર્યો હતો કે 'SIR' પ્રક્રિયા અંતર્ગત દેશભરમાંથી ૧૩ કરોડથી વધુ મતદારોના નામ ગેરકાયદેસર રીતે કાઢી નાખવામાં આવ્યા હતા. તેમણે નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી:
• ચૂંટણીઓ રદ કરો: દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં તાજેતરના વર્ષોમાં યોજાયેલી તમામ ચૂંટણીઓ તુરંત રદ કરીને ફરીથી યોજવામાં આવે.
• જૂની મતદાર યાદી અમલી બનાવો: SIR હેઠળ કરાયેલા તમામ ફેરફારો રદ કરી ૩ વર્ષ જૂની ઓરિજિનલ મતદાર યાદી પુનઃસ્થાપિત કરવામાં આવે.
• કાયદાકીય કાર્યવાહી: મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ કરી ગેરબંધારણીય રીતે કામ કરવા બદલ દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવે.
આમ આદમી પાર્ટીના આ આક્રમક વલણ અને દેશની ચૂંટણી પ્રક્રિયા પર મૂકેલા પ્રશ્નાર્થચિહ્ન બાદ દેશના રાજકારણમાં અને કાનૂની વર્તુળોમાં મોટો ભૂકંપ સર્જાયો છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
