<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કાવ્‍યા મારન બનશે અનિરુદ્ધની દુલ્‍હનઃ ગ્રીસમાં લગ્નની ચર્ચાઃ રૂ.૨૦ હજારનું આમંત્રણ કાર્ડ

૨૫ હજાર કરોડના બિઝનેસ સામ્રાજ્‍યની વારસદાર : ૧૧ નવેમ્‍બરે ગ્રીસમાં એક ભવ્‍ય સમારોહ યોજાશેઃ હાઈ-પ્રોફાઇલ લગ્નમાં રાજકીય, ઉદ્યોગજગત અને ફિલ્‍મી દુનિયાની જાણીતી હસ્‍તીઓ હાજરી આપે તેવી શક્‍યતા

હૈદરાબાદ,તા.૪: IPLની લોકપ્રિય ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ઘ્‍ચ્‍બ્‍ કાવ્‍યા મારન અને દક્ષિણ ભારતીય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના લગ્નને લઈને ચર્ચાઓ તેજ બની છે. અહેવાલો અનુસાર, બંનેના લગ્ન ૧૧ નવેમ્‍બરે ગ્રીસમાં યોજાવાના છે. આ હાઈ-પ્રોફાઇલ લગ્નમાં રાજકીય, ઉદ્યોગજગત અને ફિલ્‍મી દુનિયાની જાણીતી હસ્‍તીઓ હાજરી આપે તેવી શક્‍યતા છે.

IPLની લોકપ્રિય ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની CEO કાવ્‍યા મારન અને દક્ષિણ ભારતીય સંગીતકાર અનિરુદ્ધ રવિચંદરના લગ્નને લઈને ચર્ચાઓ તેજ બની છે. અહેવાલો અનુસાર, બંનેના લગ્ન ૧૧ નવેમ્‍બરે ગ્રીસમાં યોજાવાના છે. આ હાઈ-પ્રોફાઇલ લગ્નમાં રાજકીય, ઉદ્યોગજગત અને ફિલ્‍મી દુનિયાની જાણીતી હસ્‍તીઓ હાજરી આપે તેવી શક્‍યતા છે. લગ્નના આમંત્રણ કાર્ડથી લઈને બંનેની સંપત્તિ સુધીની વિગતો લોકોનું ધ્‍યાન ખેંચી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, કાવ્‍યા મારન અને અનિરુદ્ધ રવિચંદરના લગ્ન માટે ગ્રીસ પસંદ કરવામાં આવ્‍યું છે. ગ્રીસનાં સુંદર દરિયાકિનારા, સફેદ ઇમારતો અને લક્‍ઝરી રિસોર્ટ ડેસ્‍ટિનેશન વેડિગ માટે જાણીતા છે. આ કારણે લગ્ન સમારોહ ખાનગી અને ભવ્‍ય રીતે યોજાય તેવી ચર્ચા છે.

કાવ્‍યાના પિતા અને સન ગ્રૂપના ચેરમેન કલાનિધિ મારન દ્વારા અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્‍યું હોવાના અહેવાલો છે. તેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સહિત રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો અને ક્રિકેટ જગતની હસ્‍તીઓનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે.

આ લગ્ન માટે તૈયાર કરવામાં આવેલા આમંત્રણ કાર્ડની કિમત અંદાજે રૂ.૨૦,૦૦૦ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાર્ડની ભવ્‍ય ડિઝાઇન અને તેની કિમતને કારણે પણ આ લગ્ન ચર્ચામાં આવ્‍યા છે. જોકે, કાર્ડની કિમત અંગેની વિગતોની સ્‍વતંત્ર પુષ્ટિ થઈ નથી.

અનિરુદ્ધ રવિચંદર દક્ષિણ ભારતીય ફિલ્‍મ ઉદ્યોગના જાણીતા સંગીતકાર અને ગાયક છે. 'કોલાવેરી ડી' ગીતથી તેમને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ઓળખ મળી હતી. ત્‍યારબાદ તેમણે અનેક હિટ ફિલ્‍મોમાં સંગીત આપ્‍યું છે. શાહરુખ ખાનની ફિલ્‍મ 'જવાન' માટે પણ તેમણે સંગીત તૈયાર કર્યું હતું.

અહેવાલો અનુસાર, અનિરુદ્ધ એક ફિલ્‍મ પ્રોજેક્‍ટ માટે રૂ.૮થી રૂ.૧૦ કરોડ સુધીની ફી લે છે. તેઓ ફિલ્‍ટર કોફી બ્રાન્‍ડ VS Mani & Co. સાથે કો-ફાઉન્‍ડર અને બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે જોડાયેલા છે. ઉપરાંત, Loca Loka નામની ટકીલા બ્રાન્‍ડ સાથે પણ તેમનું જોડાણ હોવાનું જણાવાય છે. તેમની અંદાજિત નેટવર્થ રૂ.૫૦ કરોડ હોવાનું કહેવાય છે.

કાવ્‍યા મારન સન ગ્રૂપના ચેરમેન કલાનિધિ મારનની પુત્રી છે. તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદની CEO તરીકે ટીમનું સંચાલન કરે છે. અહેવાલો પ્રમાણે તેમની વ્‍યક્‍તિગત નેટવર્થ આશરે રૂ.૪૦૯ કરોડ છે, જ્‍યારે સન ગ્રૂપની કુલ બિઝનેસ વેલ્‍યુ લગભગ રૂ.૨૫,૦૦૦ કરોડ હોવાનું જણાવાય છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની અંદાજિત વેલ્‍યુ પણ  રૂ.૧૮,૦૦૦ કરોડની આસપાસ હોવાનો દાવો કરવામાં આવે છે. કાવ્‍યા મારને ચેન્નઈની સ્‍ટેલા મેરિસ કોલેજમાંથી ગ્‍ઘ્‍ંળનો અભ્‍યાસ કર્યો છે. ત્‍યારબાદ તેમણે ન્‍યૂયોર્ક યુનિવર્સિટીની લિયોનાર્ડ એન. સ્‍ટર્ન સ્‍કૂલ ઑફ બિઝનેસમાંથી પ્‍ગ્‍ખ્‍ની ડિગ્રી મેળવી છે.

કાવ્‍યા મારન IPL મેચ દરમિયાન સ્‍ટેડિયમમાં પોતાની ટીમને પ્રોત્‍સાહન આપતી જોવા મળે છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. તેમની સાદગી અને ટીમ પ્રત્‍યેના ઉત્‍સાહને કારણે ક્રિકેટ ચાહકોમાં તેમની ખાસ ઓળખ છે. હવે અનિરુદ્ધ સાથેના લગ્નના અહેવાલોને પગલે તેમની અંગત જિદગી ફરી ચર્ચામાં આવી છે

(10:02 AM IST)