<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

ઝારખંડ હાઈકોર્ટનો ૨૬ વર્ષ જૂના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો: રાત્રે ઘરમાં ઘૂસી છેડતી કરવી એ 'બળાત્કારનો પ્રયાસ' નથી

કોર્ટે આરોપીની IPC ૩૭૬/૫૧૧ હેઠળની ૪ વર્ષની સજા રદ કરી: મહિલાની લજ્જા ભંગ (IPC ૩૫૪) નો કેસ ગણાવી રાહત આપી

રાંચી : ઝારખંડ હાઈકોર્ટે વર્ષ ૧૯૯૯ના એક લગભગ ૨૬ વર્ષ જૂના ફોજદારી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની સિંગલ બેંચે સ્પષ્ટતા કરી છે કે માત્ર રાત્રિના સમયે મહિલાના ઘરમાં ઘૂસવું, તેના વસ્ત્રો ખેંચવા કે તેને પકડી લેવી એ કાયદાકીય દ્રષ્ટિએ 'બળાત્કારનો પ્રયાસ' (Attempt to Rape) ગણી શકાય નહીં, સિવાય કે આરોપી દ્વારા બળાત્કાર કરવાનો કોઈ ચોક્કસ અને સીધો પ્રયાસ થયો હોય.

આ આદેશ સાથે હાઈકોર્ટે નીચલી કોર્ટ દ્વારા આરોપીને આપેલી ૪ વર્ષની સખત કેદની સજા રદ કરી હતી અને આ કૃત્યને મહિલાની લજ્જા ભંગ કરવાના ઈરાદાથી કરાયેલા હુમલા (IPC કલમ ૩૫૪) હેઠળ ગણાવ્યું હતું.


: ૨૭ ડિસેમ્બર, ૧૯૯૯ના રોજ પૂર્વ સિંહભૂમ જિલ્લાના એક ગામમાં મધ્યરાત્રિએ પીડિતાના ઘરમાં ઘૂસીને આરોપીએ અભદ્ર વર્તન કર્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરતા પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને આરોપી ભાગી છૂટ્યો હતો. આંગે ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ના રોજ FIR નોંધાઈ હતી.

 ઘાટસિલાના એડિશનલ સેશન્સ જજે ૨૮ જુલાઈ, ૨૦૦૬ના રોજ આરોપીને IPC કલમ ૩૭૬/૫૧૧ હેઠળ દોષિત ઠેરવી ૪ વર્ષની કેદ ફટકારી હતી, જેની સામે હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી.

અદાલતે એમિકસ ક્યુરી અને સાક્ષીઓના નિવેદનોનું મૂલ્યાંકન કરતા નોંધ્યું કે પીડિતાની જુબાની મુજબ આરોપીનું કૃત્ય અત્યંત અભદ્ર અને છેડતી સમાન હતું પરંતુ તેમાં બળાત્કારના પ્રયાસ માટે જરૂરી કાનૂની તત્વો સાબિત થતા નથી. આથી આરોપીને કલમ ૩૫૪ હેઠળ જ દોષિત ગણવામાં આવ્યો છે.

(6:55 PM IST)