<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ટ્રમ્‍પના પગલાથી IT શેરોમાં ઘટાડોઃ રૂ.૫૫,૦૦૦ કરોડનું ધોવાણ

ઇન્‍ફોસિસ અને HCLના શેરમાં ૪% થી વધુ ઘટાડોઃ અમેરિકાએ કોગ્નિઝન્‍ટના PERM ફાઇલિંગને સ્‍થગિત કરી દીધું: PERM પ્રમાણપત્ર કાયમી રોજગાર અને ગ્રીન કાર્ડ સાથે જોડાયેલું છે

નવી દિલ્‍હી,તા.૯: આજે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્‍યો. આ ઘટાડામાં IT શેરોનો સૌથી વધુ ફાળો હતો. IT ઇન્‍ડેક્‍સમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો, અને IT શેરોનું કુલ બજાર મૂલ્‍ય આશરે રૂ.૫૫,૦૦૦ કરોડનું ધોવાણ થયું. આ ઘટાડો યુએસમાં ટ્રમ્‍પ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે હતો. યુએસએ કોગ્નિઝન્‍ટના પરમેનન્‍ટ લેબર સર્ટિફિકેશન ફાઇલિગને સ્‍થગિત કરી દીધું. સરકારે તેને કથિત વિઝા છેતરપિડી સામેના અભિયાનના ભાગ રૂપે વર્ણવ્‍યું. જોકે, ભારતીય IT ક્ષેત્રમાં તેની અસર અંગે ચિતા ફરી વધી છે.

ઇન્‍ફોસિસ અને HCL ના શેરમાં ૪% થી વધુનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, ટેક મહિન્‍દ્રા અને પર્સિસ્‍ટન્‍ટ સિસ્‍ટમ્‍સના શેરમાં ૩% થી વધુનો ઘટાડો થયો છે, જ્‍યારે TCS, Mphasis, Wipro અને LTIMindtree ૨% થી વધુનો ઘટાડો થયો છે. યુએસ લેબર ડિપાર્ટમેન્‍ટે પરમેનન્‍ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ કોગ્નિઝન્‍ટની ફાઇલિગ સ્‍થગિત કરી છે.

આ પ્રક્રિયા, જેને સામાન્‍ય રીતે PERM તરીકે ઓળખવામાં આવે છે, તે રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ માટે વિદેશી કામદારોને સ્‍પોન્‍સર કરવા માંગતા નોકરીદાતાઓ માટે એક મહત્‍વપૂર્ણ પગલું છે. લેબર ડિપાર્ટમેન્‍ટના ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ એન્‍થોની ડી'એસ્‍પોસિટોએ આ જાહેરાત કરી હતી. ફેડરલ અધિકારીઓ કથિત છેતરપિડી અને અમેરિકન કામદારોને સંભવિત નુકસાનની તપાસ કરી રહ્યા છે.

ડી'એસ્‍પોસિટોએ સોશિયલ મીડિયા પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે, કોગ્નિઝન્‍ટની ભ્‍ચ્‍ય્‍પ્‍ ફાઇલિગ સ્‍થગિત કરવામાં આવી છે. અમેરિકન કર્મચારીઓને ધમકીઓ સહન કરવામાં આવશે નહીં. છેતરપિડી દૂર કરવા માટે વ્‍હાઇટ હાઉસ ટાસ્‍ક ફોર્સ સાથે મળીને, અમે હકીકતો, છેતરપિડી અને નાણાકીય બાબતોની તપાસ કરી રહ્યા છીએ. હાથકડી તૈયાર છે.

કોગ્નિઝન્‍ટે એક દિવસ પહેલા જ તેના યુએસ વર્કફોર્સના વિસ્‍તરણની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તે ૧,૫૦૦ કોલેજ ગ્રેજ્‍યુએટ્‍સને નોકરી પર રાખશે અને તેના ફ્રન્‍ટિયર સર્ટિફાઇડ એન્‍જાિનિયર અને ફ્રન્‍ટિયર બિઝનેસ ઓપરેટર વર્કફોર્સને ૧૫,૦૦૦ સુધી વધારશે. કોગ્નિઝન્‍ટનું મુખ્‍ય મથક ન્‍યુ જર્સીમાં છે અને નાસ્‍ડેકમાં સૂચિબદ્ધ છે. તેની સ્‍થાપના ૧૯૯૪ માં ચેન્નાઈમાં થઈ હતી. ભારતમાં તેની મોટી વર્કફોર્સ અને ઓપરેશનલ હાજરી છે. તેના CEO રવિ કુમાર એસ છે.

PERM પ્રોગ્રામ હેઠળ, શ્રમ વિભાગે પ્રમાણિત કરવું આવશ્‍યક છે કે લાયક યુએસ કામદારો કોઈ પદ માટે ઉપલબ્‍ધ નથી અને વિદેશી કામદારને નોકરી પર રાખવાથી સમાન નોકરીઓમાં યુએસ કામદારોના વેતન અથવા કાર્યકારી પરિસ્‍થિતિઓ પર પ્રતિકૂળ અસર થશે નહીં. PERM પ્રમાણપત્ર કાયમી રોજગાર અને નોકરી-આધારિત ગ્રીન કાર્ડ સાથે જોડાયેલું છે

(3:52 PM IST)