News of Sunday, 16th August 2026
અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધના હાલનાં યુદ્ધમાં ઈરાનની જીત ઈરાનની સંસદનાં સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફનો મોટો દાવો
તેમણે કહ્યું કે-‘ઈરાને અમેરિકા અને ઈઝારયલ વિરુદ્ધ દરેક મોરચે જીત હાંસલ કરી:આ જીત સૈન્ય અને રાજકીય બંને મોરચે મળી:આ અમેરિકા અને ઈઝરાયલની કાયરતાથી શરૂ થયેલ યુદ્ધ હતું.’

ઈરાનની સંસદનાં સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફ એ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધના હાલનાં યુદ્ધમાં ઈરાનની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે-‘ઈરાને અમેરિકા અને ઈઝારયલ વિરુદ્ધ દરેક મોરચે જીત હાંસલ કરી છે. આ જીત સૈન્ય અને રાજકીય બંને મોરચે મળી છે. આ અમેરિકા અને ઈઝરાયલની કાયરતાથી શરૂ થયેલ યુદ્ધ હતું.’
મોહમ્મદ બાકર ગાલિબાફ એ કહ્યું કે-‘ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલ સમજૂતી દેશ માટે ગર્વ અને જીતનો દસ્તાવેજ છે. આ કરારે કૂટનીતિક મોરચે ઈરાનનાં હિતોની રક્ષા કરવામાં આવી હતી. દુશ્મનો એ યુદ્ધનાં પ્રારંભે જે લક્ષ્યાંક નક્કી કર્યા હતા તેને તેઓ હાંસલ કરી શક્યા નથી. તેઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યાં છે. ઈરાને કૂટનીતિક મોરચે પોતાની તમામ શરતો માનવા અમેરિકાને મજબૂર કર્યું હતું.’
ઈરાનના સશસ્ત્ર દળોનાં જનરરલ સ્ટાફે પણ આ મામલે આક્રમક અભિગમ અપનાવ્યો છે. સેના એ જાહેરાત કરી છે કે- અમેરિકા અને ઈઝરાયલ સંપૂર્ણ રીતે હાર ના માને ત્યાંસુધી સૈન્ય અભિયાન ચાલુ રહેશે. ઈરાની સેના એ શત્રુઓને ઘૂંટણિયે પાડવા સુધી લડતા રહેવાની જાહેરાત કરી છે. ઈરાનનાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)નાં એક અધિકારીએ યુદ્ધ દરમિયાન ઈરાને નવી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી લીધી હોવાની જાહેરાત કરી. યુદ્ધના અનુભવથી શીખતા ઈરાને પોતાની રણનીતિ, ટ્રેનિંગ અને કમાન્ડ સિસ્ટમને આધુનિક બનાવી છે. જેનાથી દેશનાં મિસાઈલ નેટવર્કને સુરક્ષિત અને હંમેશા એક્ટિવ રાખવામાં મદદ મળશે. ફોર્સના એર ડિફેન્સ ઉત્પાદન ક્ષમતાનો 85 ટકા ભાગ સુરક્ષિત છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
