<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

IPL 2026: ચેપોક સ્ટેડિયમમાં ચીયર લીડરની મજાક ઉડાવવી CSK ફેનને પડી ભારે, વિદેશી યુવતીએ એવો જવાબ આપ્યો કે થઈ ગઈ ‘ગજબ બેઇજ્જતી’!

“તમે મેકઅપ વગર વધુ સારા લાગશો” કહેનાર ચાહકને ચીયર લીડરે લપડાક જેવો જવાબ આપ્યો; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા લોકોએ યુવકની લીધી ફજેતી

ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં ક્રિકેટના રોમાંચની સાથે મેદાનની બહારની ઘટનાઓ પણ ભારે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં ચેપોક સ્ટેડિયમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો એક ચાહક ચીયર લીડર સાથે હોંશિયારી કરવાનું પરિણામ ભોગવતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી મેચ દરમિયાન ફિલ્માવવામાં આવેલા આ વીડિયોમાં એક યુવકની ગજબ બેઇજ્જતી થઈ હોવાનું સામે આવ્યું છે.
“મેકઅપ વગર વધુ સારા લાગશો”
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેક્ષકોમાં બેઠેલો એક CSK ફેન મેદાનમાં તૈનાત વિદેશી ચીયર લીડરને ઉદ્દેશીને મજાક કરે છે. તે યુવતીને કહે છે કે, "તમે એન્જલ (પરી) જેવા દેખાઓ છો, પણ મેકઅપ વિના તમે વધુ સારા દેખાશો". આ સાંભળીને ચીયર લીડર એક ક્ષણ માટે ચોંકી જાય છે, પરંતુ તે તરત જ એવો જડબાતોડ જવાબ આપે છે કે પેલો યુવક વિચારતો થઈ જાય છે.
ચીયર લીડરનો વળતો પ્રહાર: “પહેલા દાંત સાફ કરો”
પોતાની મજાક ઉડાવનાર ચાહકને ચીયર લીડરે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું. તેણે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "પહેલા તમારા દાંત સાફ કરો, શું તમને મારો મેકઅપ અને પાંપણ જોઈએ છે?". આ સાંભળીને આસપાસના લોકો પણ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ યુવકની ટીકા કરી રહ્યા છે અને ચીયર લીડરની હાજરજવાબીના વખાણ કરી રહ્યા છે.
આજે ચેપોકમાં મહામુકાબલો
એક તરફ આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે આજે ચેપોક ખાતે જ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સિઝનનો ૪૪ મો મુકાબલો રમાનાર છે. બંને ટીમો માટે આ મેચ મહત્વની છે કારણ કે અત્યાર સુધીની સફર બંને માટે પડકારજનક રહી છે. હાલમાં ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં સાતમા અને મુંબઈ નવમા સ્થાને છે. હવે જોવાનું એ રહેશે કે મેદાન પર કોણ બાજી મારે છે.

(8:34 PM IST)