<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

મોંઘવારીએ સામાન્ય જનતાનું બજેટ ખોરવી નાખ્યું : ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી ૬.૦૯ ટકાએ પહોંચી, રિઝર્વ બેન્કની મહત્તમ મર્યાદા પાર

ખાદ્યપદાર્થોનો મોંઘવારી દર ૮.૯૪ ટકા : સપ્ટેમ્બરના ૫.૫૪ ટકાની સરખામણીએ મોટો વધારો, વ્યાજદરમાં વધારાની શક્યતા

નવી દિલ્હી  : દેશમાં મોંઘવારી ફરી ચિંતાજનક સ્તરે પહોંચી છે. કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ઓક્ટોબર, ૨૦૨૬માં છૂટક મોંઘવારીનો દર વધીને ૬.૦૯ ટકા નોંધાયો છે. સપ્ટેમ્બરમાં આ દર ૫.૫૪ ટકા હતો. ખાસ કરીને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાથી સામાન્ય પરિવારોના ઘરખર્ચ ઉપર વધારાનો બોજ પડ્યો છે. ખાદ્ય મોંઘવારી સપ્ટેમ્બરના ૭.૭૪ ટકાથી વધીને ૮.૯૪ ટકા થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારી ૬.૬૩ ટકા અને શહેરી વિસ્તારોમાં ૫.૪૧ ટકા નોંધાઈ છે. ડુંગળી, લસણ અને આદુ સહિત કેટલીક આવશ્યક ખાદ્યવસ્તુઓ મોંઘી થઈ છે. રિઝર્વ બેન્કનું મધ્યમ ગાળાનું મોંઘવારી લક્ષ્ય ૪ ટકા છે, જ્યારે ઉપલી સહનશીલતા મર્યાદા ૬ ટકા છે. આ મર્યાદા વટાવતાં આગામી નાણાકીય નીતિ બેઠકમાં વ્યાજદરમાં વધારાની શક્યતાઓ અંગે ચર્ચા તેજ બની છે. 

(8:03 PM IST)