<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

અમેરિકાના ફ્લોરિડામાં બ્રેગ મેમોરિયલ ફૂટબોલ સ્ટેડિયમ પાસે અંધાધૂંધ ફાયરિંગ : હુમલામાં 6 સગીરો સહિત 12 લોકો ઘાયલ:3 ની હાલત નાજુક

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીએ ઇમરજન્સી એલર્ટ જારી કરી લોકોને ઘરોમાં રહેવા જણાવ્યું: પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં હુમલાખોરની શોધખોળ

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટાલાહાસી શહેરમાં એક ફૂટબોલ સ્ટેડિયમ નજીક અંધાધૂંધ ફાયરિંગ થતાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. આ ચકચારી ઘટના અનુસાર ફ્લોરિડા એ એન્ડ એમ યુનિવર્સિટી (FAMU) ના બ્રેગ મેમોરિયલ સ્ટેડિયમ પાસે 24 ઓક્ટોબરની રાત્રે થયેલા આ ગોળીબારમાં 6 સગીર બાળકો સહિત 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

 

અમેરિકામાં ગન કલ્ચર અને સાર્વજનિક સ્થળો પર ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ફ્લોરિડા રાજ્યના ટાલાહાસી શહેરમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા ફ્લોરિડા એ એન્ડ એમ યુનિવર્સિટી (FAMU) ના ફૂટબોલ સ્ટેડિયમમાં રમતગમતના માહોલ વચ્ચે અચાનક ફાયરિંગ શરૂ થતાં લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

સ્થાનિક સમય મુજબ 24 ઓક્ટોબરની મોડી રાત્રે સ્ટેડિયમ પરિસરની પેરી સ્ટ્રીટ નજીક અજ્ઞાત શખ્સો દ્વારા એકાએક તાબડતોબ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીઓના અવાજ સાંભળીને સ્થળ પર હાજર હજારો દર્શકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા.

 

સમગ્ર અમેરિકાને હચમચાવી દેનારી આ ઘટના અંગે વહીવટીતંત્રે ત્વરિત પગલાં લીધાં હતાં:ફાયરિંગની માહિતી મળતાં જ યુનિવર્સિટી મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી બ્રેગ મેમોરિયલ સ્ટેડિયમને ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી.સ્થાનિક પેરામેડિક્સ અને એમ્બ્યુલન્સ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને લોહીલુહાણ હાલતમાં પડેલા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.સ્ટેડિયમની આસપાસ રહેતા સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘરના દરવાજા બંધ રાખી અંદર જ રહેવા અને શેરીઓમાં ન નીકળવા લાઉડસ્પીકર દ્વારા સૂચના આપવામાં આવી હતી

 

આ હિંસક ઘટના બાદ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) દ્વારા પણ પોતાના કેમ્પસમાં તુરંત જ ઇમરજન્સી સિક્યોરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો:ટાલાહાસી શહેરમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને સ્ટાફ સભ્યોને ઘરોમાં કે સુરક્ષિત બિલ્ડિંગમાં આશ્રય લેવા આદેશ અપાયો હતો.કેમ્પસ સુરક્ષા દળોએ પરિસરની આસપાસ થતી કોઈપણ શંકાસ્પદ હલચલ પર બાજ નજર રાખવા અને સજાગ રહેવા માટે જણાવ્યું હતું.યુનિવર્સિટી પ્રશાસને જાહેર કર્યું કે જ્યાં સુધી પોલીસ દ્વારા વિસ્તારને સંપૂર્ણ સુરક્ષિત જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ રહેશે.

 

(8:16 PM IST)