<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

એનવિડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ સામેના ચીની જાસૂસી વિવાદને કારણે ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મહત્વાકાંક્ષાઓ પર છવાયા અનિશ્ચિતતાના વાદળો

એનવિડિયાની નેતૃત્વ અનિશ્ચિતતા અને વિદેશી ચિપ પરની અત્યાધિક નિર્ભરતાથી ભારતની રાષ્ટ્રીય એઆઈ રણનીતિ અને સપ્લાય ચેઈન સામે ઊભા થયા મોટા પડકારો

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ ક્ષેત્રની સૌથી પ્રભાવશાળી વૈશ્વિક કંપની એનવિડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેન્સેન હુઆંગ સાથે જોડાયેલા તાજેતરના વિવાદે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ વિવાદે હવે ભારતની મહત્વાકાંક્ષી એઆઈ મહત્વાકાંક્ષાઓ અને વિદેશી ટેકનોલોજી પરની આપણી નિર્ભરતા અંગે ગંભીર સવાલો ખડા કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે એનવિડિયાના શીર્ષ નેતૃત્વમાં ચાલી રહેલી અસ્થિરતા ભારતની એઆઈ યાત્રાને પણ પ્રભાવિત કરી શકે છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એનવિડિયાના બોર્ડે જેન્સેન હુઆંગના સંબંધોની સ્વતંત્ર તપાસ શરૂ કરી. મેગાસ્પીડની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથેના તેમના સંબંધોને લઈને અમેરિકી અધિકારીઓને શંકા છે કે તેઓ ચીની ગુપ્તચર એજન્સી માટે કામ કરતી હતી. જેન્સેન હુઆંગે સંબંધ સ્વીકાર્યો છે, પરંતુ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીના ગુપ્ત રહસ્યો સાથે કોઈ ચેડા થયા નથી. બીજી બાજુ ચીને આ અહેવાલોને અફવા ગણાવ્યા છે, પરંતુ આ સમગ્ર પ્રકરણે વૈશ્વિક એઆઈ ઉદ્યોગની એક જ સપ્લાયર પરની નિર્ભરતાને ઉજાગર કરી છે.

ભારતની પોતાની એઆઈ સફર એનવિડિયા સાથે અત્યંત નજીકથી જોડાયેલી છે. માહિતી મંત્રાલયના ઇન્ડિયાએઈ મિશન અંતર્ગત તૈયાર થતા કોમ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 85 ટકાથી વધુ હિસ્સો એનવિડિયાના ચીપ્સ પર આધારિત છે. આ મિશન માટે કંપનીએ દેશભરમાં તેના અત્યાધુનિક બ્લેકવેલ જીપીયુ તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ અણધાર્યા સંજોગોને ટાંકીને જેન્સેન હુઆંગે આ સમિટમાં ભાગ લેવાનું છેલ્લી ઘડીએ માંડી વાવ્યું હતું.

થીંક ટેન્ક સીડીઇપી રિસર્ચના પ્રમુખ ડૉ. જયજીત ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે એનવિડિયા એવા સ્થાને છે જ્યાં વેપારી નવીનતા, રાષ્ટ્રીય સુરક્ષા અને નિકાસ નિયંત્રણો એકબીજાને મળે છે. તેમણે ચેતવણી આપી હતી કે કંપનીની ટોચ પર કોઈપણ પ્રકારની અસ્થિરતા રોકાણકારોના વિશ્વાસ, સપ્લાય ચેઈન અને રાષ્ટ્રીય રણનીતિઓ પર નુકસાનકારક અસર કરી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકરણે ભારતની એ મૂળ ચિંતાને ફરી તાજી કરી છે કે આપણી ઉચ્ચ કક્ષાની એઆઈ કોમ્યુટિંગ ક્ષમતાઓ મુઠ્ઠીભર વિદેશી કંપનીઓ પર કેન્દ્રિત છે. આ વ્યૂહાત્મક નબળાઈને દૂર કરવા માટે ભારતે સ્વદેશી સેમિકન્ડક્ટર ડિઝાઇન, સ્થાનિક કોમ્યુટિંગ ક્ષમતાઓ અને વિવિધ ટેકનોલોજી ભાગીદારો સાથેના સંબંધોને વધુ ઝડપથી મજબૂત કરવા પડશે.

(4:54 PM IST)