News of Wednesday, 7th October 2026
ભારતના યુવાને થાઈલેન્ડની યુવતીને પ્રેમની જાળમાં ફસાવી લગ્ન કર્યાઃ ૬૦ લાખ લઈ ગાયબ થઈ ગયો
ગજબનો ખેલાડી.....ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો

લખનૌ તા.૭: ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં થાઈલેન્ડમાંથી એક વિદેશી છોકરી કાનપુર આવી પહોંચી છે, જે બાદ તે ડાયરેકટ કમિશ્નરેટ ઓફિસ પહોંચી અને આઈપીએસ વિપિન તાડા સાથે મુલાકાત કરી. આ વિદેશી મહિલાએ આઈપીએસને જે કંઈ કહ્યું તે જાણીને અધિકારીઓના હોશ ઉડી ગયા.
વિદેશી મહિલાએ આઈપીએસ અધિકારીને કહ્યું કે, તે થાઈલેન્ડની રહેવાસી છે અને કાનપુરના એક યુવકે તેની સાથે ધર્મ પરિવર્તનનું પ્રેશર બનાવ્યું છે. મહિલાએ એવું પણ જણાવ્યું કે, તે યુવકે તેની સાથે થાઈલેન્ડમાં લગ્ન પણ કર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે વિદેશી મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે યુવકે તેની પાસેથી ૬૦ લાખ રૃપિયા પડાવી લીધા છે.
વિદેશી મહિલાનો આરોપ છે કે લગ્ન બાદથી યુવક સતત તેની પાસેથી રૃપિયા લઈ રહ્યો હતો અને પછી કાનપુર રહેવા અને ધર્મ બદલવાનું પ્રેશર બનાવી રહ્યો છે. વિદેશી મહિલાએ આરોપ લગાવ્યો કે, યુવક પહેલાથી પરિણીત છે અને મારી સાથે ખોટું બોલીને લગ્ન કર્યા.
વિદેશી મહિલાનો દાવો છે કે તેની પાસે લગ્નની તસવીરો પણ છે. વિદેશી મહિલાએ એ તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે મહિલા સાથે એક ભારતીય યુવક લગ્નના પરિધાનમાં છે. તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે થાઈલેન્ડના રીતિરિવાજ અનુસાર બંને લગ્ન કરી રહ્યા છે.
જે તસવીર સામે આવી છે કે તેમાં બંને કપલ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. એક બીજા સાથે લગ્નની અમુક ક્ષણ પણ ઝલક બતાવે છે. વળી એક તસવીર છે, જેમાં વિદેશી મહિલા સાથે ભારતીય યુવક એક સોનાની દુકાન પર બેઠેલો છે અને સામે ઘણી બધી ગોલ્ડની વીંટી રાખેલી છે. વળી બીજી તસવીરમાં બે વીંટી રાખેલી છે.
વિદેશી મહિલાએ છેતરપિંડી અને ધર્મ પરિવર્તનના મામલાને લઈ અધિકારીઓ પાસે ન્યાયની માગ કરી, જે બાદ એડિશનલ સીપીના નિર્દેશો પર તપાસના આદેશ આપ્યા. જે બાદ ૬૦ લાખની છેતરપિડી અને ધર્મ પરિવર્તનના મામલામાં એડિશનલ ડીસીપીએ તપાસ શરૃ કરાવી.
સમગ્ર મામલાને લઈ આઈપીએસ અધિકારી વિપિન તાડાએ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે એક મહિલાએ ફરિયાદ કરી છે કે તે થાઈલેન્ડની રહેવાસી છે અને કાનપુરના એક યુવકે તેની સાથે થાઈલેન્ડમાં લગ્ન કર્યા અને ધીમે ધીમે તેની પાસેથી ૬૦ લાખ રૃપિયા પડાવી લીધા. અધિકારીએ આગળ જણાવ્યું છે કે, મહિલાનો આરોપ છે કે યુવક કાનપુરમાં રહેવા અને ધર્મ પરિવર્તન કરવાનું પ્રેશર બનાવી રહ્યો છે.
આઈપીએસે આગળ જણાવ્યું કે, આ મામલાને લઈ મહિલા યુવકના પરિવારને મળવા કાનપુર આવી હતી. યુવકના પરિવારને મળ્યા બાદ જે ઘટનાક્રમ થયો, ત્યાર બાદ પોલીસમાં આવીને જણાવ્યું છે. પોલીસે બંને પક્ષની તપાસ કરી રહી છે અને જે પણ તથ્ય સામે આવશે, તેના આધાર પર કેસ નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
