News of Tuesday, 24th November 2026
ગુરુ નાનક જયંતિ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેશે: BSE અને NSE બંને એક્સચેન્જ પર કામકાજ થશે નહીં.
MCX પર સવારના સત્રમાં ટ્રેડિંગ બંધ રહેશે પરંતુ સાંજના સત્રમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ: NCDEX પર મંગળવારે આખો દિવસ ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે.

મુંબઈ :શેરબજારમાં રોકાણ અને ટ્રેડિંગ કરતા લોકો માટે મહત્વના સમાચાર છે કે મંગળવાર 24 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતિ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ રહેશે, જેના કારણે આવતીકાલે BSE અને NSE બંને એક્સચેન્જ પર કોઈ કામકાજ થશે નહીં.આ ઉપરાંત કોમોડિટી માર્કેટના ટ્રેડિંગ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.દેશના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ MCX પર સવારના સત્રમાં ટ્રેડિંગ બંધ રહેશે પરંતુ સાંજના સત્રમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.જ્યારે NCDEX પર મંગળવારે આખો દિવસ ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
