News of Thursday, 30th July 2026
હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની ધાક: પાકિસ્તાની સંરક્ષણ નિષ્ણાતોએ સ્વીકાર્યો ભારતનો ખૌફ, 'K-4' મિસાઇલ અને SSBN સબમરીનથી ઇસ્લામાબાદમાં ફફડાટ
'ધ ડિપ્લોમેટ'માં પાકિસ્તાની નિષ્ણાતોની કબૂલાત: ભારત ૨૦૨૭ સુધીમાં સતત સમુદ્રી અવરોધ (CASD) ક્ષમતા મેળવશે; ચાર-ચાર પરમાણુ સબમરીન સામે પાકિસ્તાન ચીનની 'મહેરબાની' પર નિર્ભર

નવી દિલ્હી : ભારતની સતત વધી રહેલી સૈન્ય અને નૌકાદળની તાકાતે પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. હિંદ મહાસાગરમાં શાંતિથી પેટ્રોલિંગ કરી રહેલા ભારતના પરમાણુ સબમરીન કાફલાએ ઇસ્લામાબાદના વ્યૂહાત્મક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ વાતનો ખુલાસો અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ પાકિસ્તાની સંરક્ષણ નિષ્ણાતો ઉસ્માન હૈદર અને અબ્દુલ મોઇઝ ખાને આંતરરાષ્ટ્રીય મેગેઝિન 'ધ ડિપ્લોમેટ'માં લખેલા એક વિશ્લેષણાત્મક લેખમાં કર્યો છે.
તેમના જણાવ્યા મુજબ, ભારતના ઝડપથી મજબૂત થઈ રહેલા પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) કાફલાએ પાકિસ્તાનની પરંપરાગત સંરક્ષણ વ્યૂહરચનાના પાયા હચમચાવી નાખ્યા છે.
૨૦૨૭ સુધીમાં ભારત રચશે 'અભેદ્ય સમુદ્રી ઢાલ'
પાકિસ્તાની નિષ્ણાતો નોંધે છે કે વર્ષ ૨૦૧૬ માં INS અરિહંતના સમાવેશ પછી ભારતનો ઓન-શોર પરમાણુ પ્રોગ્રામ અત્યંત ઝડપથી આગળ વધ્યો છે. હાલમાં ભારતીય નૌકાદળ પાસે INS અરિહંત, INS અરિઘાટ અને INS અરિધમાન જેવી ત્રણ ઘાતક પરમાણુ સબમરીન તૈનાત છે. આવતા વર્ષે ૨૦૨૭ સુધીમાં ચોથી સબમરીન INS અરિસુદન કાફલામાં સામેલ થતાં જ ભારત વિશ્વના એવા વિશિષ્ટ દેશોની યાદીમાં આવી જશે જેઓ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સમુદ્રની ઊંડાઈમાં પરમાણુ સબમરીન તૈનાત રાખવાની ક્ષમતા (CASD) ધરાવે છે.
K-4 મિસાઇલનો અસલી ડર: 'સેકન્ડ સ્ટ્રાઇક' ક્ષમતા
પાકિસ્તાન માટે સૌથી મોટો ડર ભારતની 'બીજી હુમલા ક્ષમતા' (Second Strike Capability) છે. જો પાકિસ્તાન જમીન કે હવાથી ભારત પર પહેલો હુમલો કરવાની હિંમત કરે તો પણ, સમુદ્રની ઊંડાઈમાં છુપાયેલી ૭,૦૦૦ ટનની અરિહંત-ક્લાસ સબમરીનમાંથી છોડાતી K-4 SLBM મિસાઇલ ૩,૫૦૦ કિલોમીટરની રેન્જ સુધી દુશ્મનના રડારમાં આવ્યા વિના પાકિસ્તાનના કોઈપણ ખૂણાને ક્ષણભરમાં નેસ્તનાબૂદ કરી શકે છે.
ચીનની 'ખેરાત' પર નભતું પાકિસ્તાન:
રિપોર્ટમાં સ્પષ્ટ સ્વીકારવામાં આવ્યું છે કે પાકિસ્તાન પાસે હાલમાં એક પણ કાર્યરત SSBN સબમરીન નથી અને તેની આર્થિક સ્થિતિ પણ આવી ટેકનોલોજી વિકસાવવાની નથી. ભારત સામે ટકી રહેવા માટે પાકિસ્તાન સંપૂર્ણપણે ચીનની નાણાકીય અને સૈન્ય મહેરબાની પર નિર્ભર બની ગયું છે. ભારતનું 'મિશન સુદર્શન ચક્ર' અને ભવિષ્યની S5-ક્લાસ સબમરીન સામે પાકિસ્તાન પાસે ચીનના કઠપૂતળી બનવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
