<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

બ્લેક સી વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર હુમલા વધતા ભારત સરકાર ચિંતામાં : ભારતીય નાવિકોની સુરક્ષા માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી અને હેલ્પલાઈન નંબર

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બ્લેક સીમાં તણાવ વધ્યો, અનેક વેપારી જહાજોને નિશાન બનાવાયા, MEA એ ભારતીય નાગરિકો અને શિપિંગ કંપનીઓને સાવધાની રાખવા કહ્યું, કટોકટી માટે 24x7 કંટ્રોલ રૂમ શરૂ

નવી દિલ્હી તા.૨૬ : બ્લેક સી વિસ્તારમાં વધી રહેલા ભૌગોલિક તણાવ અને કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાના કારણે ભારત સરકાર ચિંતામાં મુકાઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા જોખમમાં આવી ગઈ છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં બ્લેક સીમાં અનેક વેપારી અને કાર્ગો જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. સાથીની તસવીરમાં પણ એક જહાજમાં આગ લાગી હોવાનું અને આકાશમાં ધુમાડાનો ગોટો જોવા મળી રહ્યો છે. 

આ વિસ્તારમાંથી ભારતના ઘણા નાવિકો અને શિપિંગ કંપનીઓના જહાજો પસાર થાય છે. જેના કારણે ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર એક્શનમાં આવી છે.

વિદેશ મંત્રાલય MEA દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને નાવિકો અને શિપિંગ કંપનીઓને બ્લેક સી વિસ્તારમાં જતા સમયે અત્યંત સાવધાની રાખવા જણાવાયું છે.

સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિમાં મદ માટે 24x7 હેલ્પલાઈન નંબર અને કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસોને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે _"અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. ભારતીય નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. જે કોઈને પણ મદની જરૂર હોય તેમણે તાત્કાલિક હેલ્પલાઈનનો સંપર્ક કરવો"_. 

નિષ્ણાતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર આ તણાવની સીધી અસર ભારતના વેપાર અને તેલની આયાત પર પણ પડી શકે છે.

(2:19 PM IST)