તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 17th July 2026
ભારત આજે રચશે ઇતિહાસ : પ્રથમ હાઈડ્રોજન ટ્રેન... ૧૨૦ ની સ્પીડ : ૨૬૦૦ પેસેન્જરની ક્ષમતા : એક ઐતિહાસિક શરુઆત
ડીઝલના બદલે હાઇડ્રોજન ફયુઅલ સેલથી વીજળી ઉત્પન્ન કરી ચાલશે ટ્રેન : આજે નરેન્દ્રભાઇ દેશની બીજી વંદે ભારત સ્લીપર ટ્રેનને પણ બતાવશે લીલી ઝંડી : હાઇડ્રોજન ટ્રેન શું છે? આ ટ્રેનની વિશેષતાઓ, ટ્રેન કયા રૂટ પર દોડશે?: ભારતીય રેલવે ની ૧૮૫૩ થી ૨૦૨૬ સુધીની ૧૭૩ વર્ષની ઐતિહાસિક સફર વરાળના એન્જિનથી હાઇડ્રોજન ટ્રેન સુધીની કાપી લાંબી મજલ રેલવેનો પાયો, વિસ્તરણ અને આધુનિકીકરણ, સ્વતંત્ર ભારતનું રેલવે અધ્યતન અને ગ્રીન રેલવે નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા બાદ ૨૦૧૪ થી ૨૦૨૬ ભારતીય રેલવેના ૧૨ વર્ષના ૧૨ સૌથી મોટા માઇલસ્ટોન

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ૧૭ જુલાઈના રોજ ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનને હરિયાણાના જીંદથી લીલી ઝંડી બતાવી એક નવો ઈતિહાસ રચશે.
આ ટ્રેન વિશે ભારતની પ્રથમ હાઇડ્રોજન ફયુઅલ સેલ ટ્રેન છે જે શરૂઆત માં જીંદ - સોનીપત (હરિયાણા) રૂટ પર દોડશે , આ ટ્રેન ડીઝલના બદલે હાઇડ્રોજન ફયુઅલ સેલ થી વીજળી ઉત્પન્ન કરીને ચાલશે, આ ટેક્રોલોજીમાં મુખ્ય ઉત્સર્જન માત્ર પાણીની વરાળ છે, એટલે કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય રહે છે.
આપણા માટે ગૌરવની વાત એ છે કે ટ્રેનની ડિઝાઇન અને ટેક્રોલોજી મોટા ભાગે ભારતમાં વિકસાવવામાં આવી છે , કહેવાય છે કે આ ટ્રેન વિશ્વની સૌથી લાંબી ૧૦ કોચ અને સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેનોમાંની એક છે, આજે મોદી જી આ ટ્રેનને લીલી ઝંડી આપવા ઉપરાંત દેશની બીજી વંદે ભારત સ્લીપર ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે , આ ટ્રેન નું નામ ઁસંત રવિદાસ એક્સ-ેસઁ રાખવામાં આવ્યું છે , આ ટ્રેન વારાણસી (ઉત્તર પ્રદેશ) અને છેહરટા (અમળતસર, પંજાબ) વચ્ચે દોડશે, તેમજ અમળત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસિત અનેક રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે,અન્ય રેલ અને રોડ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ધાટન કરશે, જો આ હાઇડ્રોજન ટ્રેનનો પ્રોજેક્ટ સફળ રહે તો ભારત માટે ગ્રીન એનર્જી અને સ્વચ્છ જાહેર પરિવહન ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પગલું બની શકે છે. જોકે, હાઇડ્રોજન ટ્રેનોનો ખર્ચ, હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઇંધણ પૂરવઠા ની વ્યવસ્થા જેવા પડકારો પણ રહેશે.
૧૭ મી જુલાઇ ૨૦૨૬ એટલે કે આજનો દિવસ ભારતીય રેલવે ના ઇતિહાસ માં એક નવા યુગની શરૂઆત તરીકે નોંધાવાનો છે, આ જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવશે , આ માત્ર નવી ટ્રેન નું ઉદ્ધાટન નથી, પરંતુ સ્વચ્છ ઊર્જા (Green Energy) તરફ ભારતના મજબૂત પગલાનું પ્રતિક છે.
ત્યારે સ્વાભાવિક છે કે આપણને સવાલ થાય કે હાઇડ્રોજન ટ્રેન શું છે?
હાઇડ્રોજન ટ્રેનમાં પરંપરાગત ડીઝલ એન્જિન નથી હોતું, તેમાં હાઇડ્રોજન ફયુઅલ સેલનો ઉપયોગ થાય છે , ફયુઅલ સેલમાં હાઇડ્રોજન અને હવામાં રહેલા ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા થી વીજળી ઉત્પન્ન થાય છે , આ વીજળી થી ટ્રેનના મોટર ચાલે છે , આ પ્રક્રિયામાં ધુમાડો કે કાર્બન ડાયોક્સાઇડ નિકળતો નથી , માત્ર પાણીની વરાળ અને થોડી ગરમી ઉત્પન્ન થાય છે, તેથી આ ટ્રેન પર્યાવરણ માટે અત્યંત અનુકૂળ માનવામાં આવે છે.
ભારતની આ પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂઆત માં હરિયાણા ના જીંદ - સોનીપત રેલવે રૂટ પર દોડશે. આ રૂટ ઉત્તર રેલવે હેઠળ આવે છે, હવે જો આપણે આ ટ્રેનની વિશેષતા ઓ જાણીએ તો ભારતની આ પ્રથમ હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેન, સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ વિકસાવવામાં આવેલી છે, લગભગ ૧૦ કોચ ધરાવતી આ ટ્રેન શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ નું મહત્વપૂર્ણ પગલું હશે, આ ટ્રેનમાં એર કન્ડિશનિંગ, ઓટોમેટિક દરવાજા અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ ધરાવે છે, આ ટ્રેન માત્ર એક નવી ટેક્રોલોજી નથી, પરંતુ ભારતના હરિત વિકાસ અને ‘‘નેટ ઝીરો કાર્બન''ના લક્ષ્ય તરફનું મોટું પગલું છે , જો આ -યોગ સફળ રહેશે તો ભવિષ્યમાં ડીઝલ ટ્રેનોને ધીમે ધીમે હાઇડ્રોજન ટ્રેનો થી બદલવાનો માર્ગ સરળ બનશે , તેનાથી પ્રદૂષણ ઘટશે, ઇંધણ ની આયાત પર નિર્ભરતા ઓછી થશે અને આધુનિક પરિવહનને પ્રોત્સાહન મળશે.
હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી અત્યંત આધુનિક છે, પરંતુ તેના સામે હાલમાં કેટલાક પડકારો પણ છે જેમકે હાઇડ્રોજનનું ઉત્પાદન અને સંગ્રહ ખર્ચાળ છે, બીજું હાઇડ્રોજન ભરવા માટે વિશેષ સ્ટેશનની જરૂર પડે છે, તેમજ સલામતી માટે કડક ધોરણોનું પાલન કરવું પડે છે, એટલે હાલમાં તેનું સંચાલન ડીઝલ ટ્રેન કરતાં મોંઘું પડી શકે છે.
આમ છતાં આજનો ૧૭ મી જુલાઈ, ૨૦૨૬ નો આ દિવસ ભારતીય રેલવે માટે એક ઐતિહાસિક દિવસ બની શકે છે , જેમ વંદે ભારત ટ્રેને ભારતીય રેલવે માં આધુનિકતા નો નવો અધ્યાય શરૂ કર્યો હતો, તેમ હાઇડ્રોજન ટ્રેન સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી પરિવહનના નવા યુગની શરૂઆત કરી શકે છે, જો સરકારનો આ પ્રયોગ સફળ રહેશે, તો આવનારા વર્ષોમાં ભારત વિશ્વના અગ્રણી ગ્રીન રેલવે દેશોમાં સ્થાન મેળવી શકે છે.
હવે જો આપણે આ વેળા એ ભારતીય રેલવેની વર્ષ ૧૮૫૩ થી ૨૦૨૬ સુધી ની એટલે કે ૧૭૩ વર્ષની ભાપના એન્જિન થી હાઇડ્રોજન ટ્રેન સુધીની ઐતિહાસિક સફર જોઈએ તો ભારતીય રેલવે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ દેશના આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ છે, આજે ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્ક માં નું એક છે , તેની સફર ૧૬ એપ્રિલ, ૧૮૫૩ ના રોજ શરૂ થઈ હતી, જ્યારે ભારતની પ્રથમ મુસાફર ટ્રેન મુંબઈના બોરીબંદર (હાલનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) થી થાણે વચ્ચે ૩૪ કિમીનું અંતર કાપીને દોડી હતી.
૧૬ એપ્રિલ, ૧૮૫૩ના રોજ પ્રથમ મુસાફર ટ્રેન શરૂ થઈ , શરૂઆત માં ભાપ થી ચાલતા એન્જિનનો ઉપયોગ થતો , ધીમે ધીમે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને દિલ્હી જેવા મોટા શહેરો રેલવે દ્વારા જોડાયા , બ્રિટિશ શાસન દરમિયાન મુખ્ય હેતુ વેપાર અને માલ પરિવહનનો હતો.
આગળ જતાં વર્ષ ૧૯૦૫ માં રેલવે બોર્ડની રચના થઈ , ૧૯૨૫ માં મુંબઈ વીટી --કુર્લા વચ્ચે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન દોડી , દેશભરમાં રેલવે નેટવર્ક નું ઝડપી વિસ્તરણ થયું, સ્વતંત્રતા સમયે ભારત પાસે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક હતું.
સ્વતંત્રતા પછી તમામ રેલવે કંપનીઓને એકીકળત કરીને ઇન્ડિયન રેલવે બનાવવામાં આવી , નવી ઝોનોની રચના થઈ, ડીઝલ અને ઇલેક્ટ્રિક એન્જિન નો વ્યાપક ઉપયોગ શરૂ થયો , ગામડાં સુધી રેલવે પહોંચાડવાનો પ્રયાસ થયો, ટેકનોલોજી અને સુવિધાઓ કમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન શરૂ થયું , શતાબ્દી અને રાજધાની જેવી ઝડપી ટ્રેનો શરૂ થઈ , કોંકણ રેલવે જેવા ઐતિહાસિક પ્રોજેક્ટ પૂર્ણ થયા, મેટ્રો રેલની શરૂઆત થઈ, સુરક્ષા અને આધુનિક સિગ્નલમાં સુધારા થયા , હાલના છેલ્લા વર્ષોમાં ભારતીય રેલવેમાં ઝડપી પરિવર્તન જોવા મળ્યું જેમ કે વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત, અમળત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ, લગભગ સમગ્ર બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ (આશરે ૯૯%થી વધુ), કવચ જેવી સ્વદેશી ટ્રેન સુરક્ષા સિસ્ટમ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ માલગાડી ઓ માટે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને હવે આજે ૧૭ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ની શરૂઆત, જે માત્ર પાણીની વરાળ ઉત્સર્જિત કરતી પર્યાવરણમૈત્રી ટેકનોલોજી છે. ભારતીય રેલવેની આજની કેટલીક વિશેષતા ઓ લગભગ ૬૮,૦૦૦ કિમીથી વધુ રેલ માર્ગ, દરરોજ અંદાજે ૨૫,૦૦૦ જેટલી ટ્રેનોનું સંચાલન , વિશ્વના સૌથી મોટા નોકરી દાતા સંસ્થાઓમાંની એક લાખો મુસાફરો અને વિશાળ માલ પરિવહન દરરોજ કરે છે.
એક વાકયમાં કહીએ તો ૧૮૫૩માં માત્ર ૩૪ કિલોમીટરની ભાપથી ચાલતી ટ્રેનથી શરૂ થયેલી ભારતીય રેલવે આજે વંદે ભારત, કવચ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને હાઇડ્રોજન ટ્રેન જેવા આધુનિક યુગમાં પ્રવેશી ચૂકી છે , આ ૧૭૩ વર્ષની સફર ભારતના વિકાસ, આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ પ્રગતિની જીવંત ગાથા છે.
નરેન્દ્રભાઇ મોદી વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા ત્યાર બાદ તો આ રેલવેની સફર જાણે વેગ મળ્યો , છેલ્લા ૧૨ વર્ષની સિદ્ધિની ઝલક જોઈએ તો રેલવે માટે અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી રોકાણ (કેપેક્સ) આશરે રૂ.૨.૯૩ લાખ કરોડનું બજેટ , બ્રોડગેજ નેટવર્કનું આશરે ૯૯.૬% વિદ્યુતીકરણ પૂર્ણ થયું ૨૦૧૪ માં આશરે ૨૧,૮૦૦ રૂટ, કિમી થી વધીને માર્ચ ૨૦૨૬ સુધી લગભગ ૬૯,૯૦૦ રૂટ કિમી વિદ્યુતીકળત થયા , ૨૦૧૪ પછી ૩૧,૦૦૦ કિમી થી વધુ નવા ટ્રેક અને મોટા પાયે ડબલિંગ /ત્રીજી-ચોથી લાઇનનું નિર્માણ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મુખ્ય વિભાગો કાર્યરત બન્યા.
આ ઉપરાંત કાશ્મીરને સમગ્ર ભારત સાથે જોડતો ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ પ્રોજેક્ટ નિર્ણાયક તબક્કે પહોંચ્યો , વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ - ચિનાબ બ્રિજ - ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ બન્યો , અંજી ખડ બ્રિજ જેવા અદ્યતન ઇજનેરી પ્રોજેક્ટ્સ પૂર્ણતા ની નજીક પહોંચ્યા , સ્ટેશનો ના પુનર્વિકાસ માટે અમળત ભારત સ્ટેશન યોજના શરૂ થઈ , ૧,૩૦૦ થી વધુ સ્ટેશનોના આધુનિકીકરણનું કાર્ય શરૂ થયું, અનેક નવા ઓવરબ્રિજ અને અંડરપાસથી સલામતીમાં વધારો થયો.
વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત... ભારતની પ્રથમ સ્વદેશી સેમી-હાઇસ્પીડ ટ્રેન, દેશભરમાં અનેક વંદે ભારત સેવાઓ શરૂ થઈ ત્યાર બાદ વંદે ભારત સ્લીપર ટ્રેનનું વિકાસ અને પ્રારંભ, અમળત ભારત એક્સપ્રેસ જેવી નવી શ્રેણીની ટ્રેનો શરૂ થઈ અને હવે આજથી એટલે કે ૧૭ જુલાઈ ૨૦૨૬થી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ થવાની ઐતિહાસિક પહેલ થઈ રહીયો છે, એલ્યુમિનિયમ અને આધુનિક એલ એચ બી કોચનો વધુ ઉપયોગ , વધુ શક્તિશાળી ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સનો સમાવેશ, ‘મેક ઇન ઇન્ડિયા' હેઠળ કોચ અને લોકોમોટિવનું સ્થાનિક ઉત્પાદન વધ્યું, રેલવે કારખાનાઓનું આધુનિકીકરણ વધ્યું, વિશ્વસ્તરીય ટ્રેન ડિઝાઇન તરફ આગળ વધતું ભારતીય રેલવે , મુસાફરો માટેની સુવિધાઓમાં સતત વધારો, નવીન IRCTC સેવા ઓ અને ઓન લાઈન ટિકિટિંગ માં સુધારા , ગઈકાલે જ નવી એપ લોન્ચ કરવામાં આવી,સ્ટેશનો પર મફત વાઇ ફાઇનો વ્યાપક વિસ્તાર , એસ્કેલેટર અને લિફ્ટની સંખ્યામાં વધારો, બાયો-ટોઇલેટવાળા કોચનો વ્યાપક ઉપયોગ, GPS આધારિત ટ્રેન માહિતી, ડિજિટલ પેમેન્ટ અને QR આધારિત સેવાઓ, સ્ટેશન પર આધુનિક વેઇટિંગ હોલ, દિવ્યાંગ મુસાફરો માટે વધુ સુવિધાઓ, સ્વચ્છતા અભિયાન હેઠળ સ્ટેશનો અને કોચમાં સુધારો , ખાણીપીણીની સેવાઓમાં ગુણવત્તા સુધારવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. એટલું જ નહીં મુસાફરોની સલામતી અને કાર્યક્ષમતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, સ્વદેશી કવચ ટ્રેન સુરક્ષા સિસ્ટમનો અમલ, અનેક રૂટ પર કવચ ૪.૦ સ્થાપિત કરવાની મંજૂરી અને વિસ્તરણ. ટ્રેક રિન્યુઅલનું ઝડપી કામ, આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ અકસ્માતોના પ્રમાણ માં ઘટાડો , માનવરહિત લેવલ ક્રોસિંગ્સ દૂર કરવાની દિશામાં મોટી પ્રગતિ, ઇલેક્ટ્રિક લોકોમોટિવ જાળવણી માટે નવા ડિપો અને સુવિધાઓ, રેલવે કર્મચારી ઓ માટે આધુનિક તાલીમ, ડેટા આધારિત ઓપરેશન મેનેજમેન્ટ, રુસમયપાલન સુધારવા માટે નવા નિયંત્રણ કેન્દ્રો શરૂ કરાયા.
ગ્રીન અને આત્મનિર્ભર ભારત તરફ પહેલ કરાઈ, ડીઝલ થી ઇલેક્ટ્રિક તરફ ઝડપી પરિવર્તન, સોલાર અને ગ્રીન એનર્જીનો વધતો ઉપયોગ , કાર્બન ઉત્સર્જન માં ઘટાડાના પ્રયાસો, હાઇડ્રોજન ઇંધણ ટેક્રોલોજીનો પ્રારંભ , સ્વદેશી ટેક્રોલોજીને પ્રોત્સાહન, માલ પરિવહનની ક્ષમતામાં નોંધપાત્ર વધારો, ભારતને વૈશ્વિક રેલવે ઉત્પાદન કેન્દ્ર બનાવવાના પ્રયાસો, રેલવેના ડિજિટલ પરિવર્તનમાં ઝડપ ,વિશ્વસ્તરીય આધુનિક રેલવે નેટવર્ક તરફ મજબૂત પગલાં લેવાયા,૧૭૩ વર્ષ જૂની ભારતીય રેલવે ને ભાપ ના એન્જિન થી હાઇડ્રોજન ટ્રેન સુધી પહોંચાડતી ઐતિહાસિક પરિવર્તનની સફર. એટલે કે વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૬ દરમિયાન ભારતીય રેલવે માં માત્ર નવી ટ્રેનો જ ઉમેરાઈ નથી, પરંતુ માળખાકીય વિકાસ, સલામતી, આધુનિકીકરણ, ડિજિટલ સેવાઓ, ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ટેક્રોલોજી જેવા લગભગ દરેક ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે, આ સમયગાળામાં થયેલા કામો એ ભારતીય રેલવેને વિશ્વની સૌથી ઝડપી આધુનિક બની રહેલી રેલવે પ્શણાલીઓમાં સ્થાન અપાવ્યું છે.
ભારતની હાઇડ્રોજન ટ્રેન અને વિશ્વની હાઇડ્રોજન ટ્રેનો નો એક તુલનાત્મક અભ્યાસ કરીએ તો વિશ્વ માં હાઇડ્રોજન ટ્રેન હજુ પણ નવી ટેક્રોલોજી ગણાય છે. હાલ માં જર્મની, જાપાન, ચીન, અમેરિકા અને ભારત જેવા થોડા જ દેશોએ આ ક્ષેત્રમાં પ્રયોગો અથવા સેવાઓ શરૂ કરી છે.
વિશ્વમાં પ્રથમ જર્મની એ ૨૦૧૮માં વિશ્વની પ્રથમ વ્યાવસાયિક હાઇડ્રોજન પેસેન્જર ટ્રેન શરૂ કરી. આ ટ્રેન માં એક વખત હાઇડ્રોજન ભર્યા પછી લગભગ ૧,૦૦૦ થી ૧,૧૭૫ કિમી સુધી દોડી શકે છે, જર્મનીમાં અનેક હાઇડ્રોજન ટ્રેનો સેવા આપી રહી છે, જ્યારે ચીને પણ હાઇડ્રોજન આધારિત ટ્રામ અને પ્રાયોગિક ટ્રેનો વિકસાવી છે, જાપાન ઘણા વર્ષોથી હાઇડ્રોજન ટેકનોલોજી પર સંશોધન કરી રહ્યું છે, અમેરિકા માં હજુ મર્યાદિત પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જ્યારે આપણે ત્યાં આજથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ૨૦૨૬ માં શરૂ થઈ રહી છે , આપણી આ ટ્રેન ૧૦ કોચની પાયલોટ પેસેન્જર ટ્રેન અને સ્વદેશી સંકલન ધરાવે છે, ભારતે જર્મનીની જેમ તૈયાર ટ્રેન સીધી ખરીદવાને બદલે ભારતીય કોચનો ઉપયોગ કર્યો, ભારતીય ઇજનેરો દ્વારા સિસ્ટમનું સંકલન કર્યું.
હાઇડ્રોજન ફયુઅલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ દેશમાં જ તૈયાર કર્યું, જો કે ફયુઅલ સેલ જેવી કેટલીક અદ્યતન ઘટકો માં હજુ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી નો ઉપયોગ થાય છે, આમ છતાં સમગ્ર પ્રોજેક્ટ માં ભારતીય સંકલન અને સ્થાનિક ઉત્પાદનનું મહત્વપૂર્ણ યોગદાન છે.
હાઇડ્રોજન ટ્રેન ટેક્રોલોજી હજુ વિશ્વભરમાં વિકાસના તબક્કામાં છે, જર્મની એ આ ક્ષેત્ર માં પ્રથમ વ્યાવસાયિક સેવા શરૂ કરી હતી, જ્યારે ભારતે પોતાની જરૂરિયાતો ને અનુરૂપ સ્વદેશી સંકલન સાથે હાઇડ્રોજન ટ્રેન વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો ભવિષ્યમાં ભારત હાઇડ્રોજન આધારિત રેલ પરિવહનમાં અગ્રણી દેશોમાં સ્થાન મેળવી શકે છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
