<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

યુએનમાં પાકિસ્‍તાનને ભારતે ધોઈ નાખ્‍યું: લાદેન-૯/૧૧ ના હુમલાની યાદ અપાવી પોલ ખોલી

જ્‍યાં ૯/૧૧ ના ગુનેગારો અને લાદેનને આશરો મળ્‍યો હતો, ત્‍યાં આજે પણ લશ્‍કર અને જૈશ જેવા આતંકવાદીઓનું સુરક્ષિત આશ્રયસ્‍થાન છે

 

 

નવી દિલ્‍હી, તા.૧૭: સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્‍તાનની વર્તમાન પરિસ્‍થિતિ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્‍તાનની આતંકવાદી નીતિઓનો કડક શબ્‍દોમાં પર્દાફાશ કર્યો છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે ૯/૧૧ ના આતંકવાદી હુમલા અને વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનનું ઉદાહરણ આપીને દુનિયાનું ધ્‍યાન પાકિસ્‍તાનની પ્રાયોજિત આતંકવાદ તરફ દોર્યું હતું.

ભારતીય રાજદૂતે સ્‍પષ્ટ કર્યું કે અફઘાનિસ્‍તાન અથવા સરહદની દૂરની ગુફાઓમાં છુપાયેલા હોવાનો દાવો કરનારા આતંકવાદીઓ વાસ્‍તવમાં પાકિસ્‍તાનના શહેરો અને સુરક્ષિત લશ્‍કરી છાવણીઓમાં આરામથી રહેતા હતા.

એબોટાબાદ અને શહેરોમાં આશ્રય, ભારતે યાદ અપાવ્‍યું કે ૯/૧૧ ના હુમલાનો માસ્‍ટરમાઇન્‍ડ ખાલિદ શેખ મોહમ્‍મદ હોય કે પછી અમેરિકી કાર્યવાહીમાં માર્યો ગયેલો ઓસામા બિન લાદેન, તેઓ કોઈ નિર્જન ગુફાઓમાં નહીં પરંતુ પાકિસ્‍તાનના વસ્‍તીવાળા વિસ્‍તારો અને એબોટાબાદની લશ્‍કરી છાવણીમાં સુરક્ષિત રીતે છુપાયેલા હતા.

આતંકવાદી સંગઠનોનું ગઢ, જે સુરક્ષિત આશ્રયસ્‍થાનોમાં અગાઉ લાદેનને આશરો મળ્‍યો હતો, તે જ સ્‍થાનો પર આજે પણ વૈશ્વિક આતંકવાદી સંગઠનો લશ્‍કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્‍મદ સક્રિય છે અને તેમને પાકિસ્‍તાન તરફથી સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે.

બેવડા ધોરણો પર પ્રહાર, ભારતીય પ્રતિનિધિએ જણાવ્‍યું કે આતંકવાદને બેવડા ધોરણોથી જોનારાઓની આંખો ખોલવા માટે આ ઇતિહાસ પૂરતો છે. વિશ્વએ પાકિસ્‍તાનની આતંકવાદી નીતિઓ સામે ગંભીરતાથી વિચારવું પડશે.

અફઘાનિસ્‍તાન પ્રત્‍યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવતા ભારતે અફઘાન જનતા માટે લીધેલા રાહત અને વિકાસના પગલાંની વિગતો રજૂ કરી હતીઃ

માનવતાવાદી મદદ, ભારતે અત્‍યાર સુધીમાં અફઘાનિસ્‍તાનને ૪૫૦ ટન જીવનજરૂરી દવાઓ અને રસીઓ, ૫૦,૦૦૦ ટન ઘઉં તેમજ ૪૦,૦૦૦ લિટર જંતુનાશકો મોકલ્‍યા છે.

મહિલા સશક્‍તિકરણ અને શિક્ષણ, વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૬ દરમિયાન ભારતે ૧,૦૦૦ થી વધુ અફઘાન મહિલાઓને વિશેષ શિષ્‍યવળત્તિ પૂરી પાડી છે અને મહિલાઓના નેતળત્‍વ હેઠળના સ્‍વ-સહાય જૂથોને સતત નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.

વિકાસ કાર્યો, ભારતે અફઘાનિસ્‍તાનના તમામ ૩૪ પ્રાંતોમાં કુલ ૫૦૦ થી વધુ વિકાસ પ્રોજેક્‍ટ્‍સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.

અંતમાં, ભારતે અફઘાનિસ્‍તાનની કટોકટી અને મુશ્‍કેલીઓને હળવી કરવા માટે યુએનને સક્રિય ભૂમિકા ભજવવા અને અસરકારક પગલાં લેવા આહ્વાન કર્યું હતું.

(11:14 AM IST)