<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

GSTમાં વેપારીઓને કલમ ૭૪ પ્રમાણે નોટિસ ફટકારતા પરેશાનીમાં વધારો

બોગસ બિલિંગ કૌભાંડમાં ફટકારવામાં આવતી નોટિસ : ભૂલથી આઇટીસી વધુ લીધી હોય તેવા કેસમાં પણ આવી જ કાર્યવાહીથી રોષ

નવી દિલ્‍હી,તા.૦૨: છેલ્‍લા કેટલાય સમયથી જીએસટી વિભાગ દ્વારા વેપારીઓને કલમ ૭૪ હેઠળ નોટિસ ફટકારવામાં આવતી હોય છે. તેના કારણે વેપારીઓમાં પરેશાની વધવાની સાથે અધિકારીઓની કામગીરી સામે કચવાટ પેદા થયો છે. કારણ કે વેપારીએ ભૂલમાં પણ આઇટીસી વધુ લઇ લીધી હોય, ટેક્‍સ ગણતરી કરવામાં ભૂલ થઈ ગઈ હોય તો પણ અધિકારીઓ દ્વારા કલમ ૭૩ના બદલે કલમ ૭૪ પ્રમાણે નોટિસ ફટકારવામાં આવી રહી છે.

વેપારીએ જાણી જોઈને ટેક્‍સ ચોરી કરી હોય તેવા કિસ્‍સામાં કલમ ૭૪ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ કેટલાક અધિકારીઓ

આ કલમનો દુરુપયોગ કરતા હોવાની પણ સમયાંતરે ફરિયાદ ઉઠતી હોય છે. સાથે સાથે અલગ અલગ કોર્ટ દ્વારા પણ અધિકારીઓને કલમ ૭૪ના દુરુપયોગ સામે ફટકાર લગાવી છે. તેમ છતાં જીએસટી અધિકારીઓનું વલણ હમ નહીં સુધરેંગે જેવું યથાવત રહેવા પામ્‍યું છે. આ કારણોસર જ્‍યારે પણ અધિકારી દ્વારા કલમ ૭૪ પ્રમાણે નોટિસ ફટકારે ત્‍યારે પૂરતા પુરાવા રજૂ કરવામાં આવે તો કાર્યવાહીથી બચી શકાય તેમ છે. આ ઉપરાંત કલમ ૭૪ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તો ટેક્‍સની રકમની ૧૦૦ ટકા પેનલ્‍ટી અને વ્‍યાજ સહિતની વસૂલાત કરવાનો નિયમ છે. આ કારણોસર વધુમાં વધુ વસૂલાત કરવા માટે પણ કેટલાક કિસ્‍સાઓમાં અધિકારીઓ આ કલમનો દુરુપયોગ કરતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્‍યું હતું કે નોટિસ મળ્‍યાના ૩૦ દિવસમાં યોગ્‍ય પુરાવા સાથે જવાબ રજૂ કરવામાં આવવો જોઈએ. તેના માટે વેપારીએ ઈન્‍વોઈસ, ઈ-વે બિલ, ટ્રાન્‍સપોર્ટેશન રસીદો, બેંક સ્‍ટેટમેન્‍ટ અને સ્‍ટોક રજિસ્‍ટરનું રજિસ્‍ટર અલગ બનાવવામાં આવવું જોઇએ. તેના લીધે નોટિસ ફટકારવામાં આવે તો કાગળ શોધવાના બદલે તાત્‍કાલિક જ તેને લગતા પુરાવા ઝડપથી મળી જાય અને જવાબ પણ ઝડપથી રજૂ કરી શકાય. જેથી અધિકારી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઝડપથી નિકાલ થઈ શકે.

(10:00 AM IST)