તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Monday, 12th October 2026
સંધિવાના કેસમાં વધારોઃ વૃદ્ધો જ નહીં હવે યુવાનોમાં પણ ચિંતાજનક પ્રમાણ
દેશમાં દર વર્ષે આર્થરાઇટિસના ૧૦ લાખ નવા દર્દીનો ઉમેરો : સવારના હાથની આંગળીઓ જકડાઈ જવી, ઘૂંટણમાં વારંવાર દુખાવાને સામાન્ય થાક સમજીને અવગણવી ભારે પડી શકે

નવી દિલ્હી તા.૧૨: ઉંમર વધે એટલે ઘૂંટણ દુખવા લાગે, ચાલવામાં તકલીફ પડે અને સાંધામાં જકડન અનુભવાય... એવી માન્યતા હવે પૂરતી સાચી રહી નથી. સાંધાનો દુખાવો, સોજો અને હલનચલનમાં મુશ્કેલી સર્જતાં સંધિવા સંધિવા જેવા જેવા રોગો યુવાનોને પણ અસર કરી શકે છે. ખાસ કરીને દુઃખાવો થવો કે સાંધામાં સોજો રહેવા જેવી તકલીફોને સામાન્ય થાક સમજીને અવગણવી ભારે પડી શકે છે.
દર વર્ષે ૧૨ ઓક્ટોબરની ઉજવણી આર્થરાઇટિસ ડે તરીકે કરવામાં આવે છે. સંધિવા એટલે માત્ર એક જ રોગ નહીં, પરંતુ સાંધા અને તેની આસપાસનાં પેશીઓને અસર કરતા અનેક રોગોનો સમૂહ છે. તેમાં સાંધાના ઘસારાને કારણે થતો ઓસ્ટિયોઆર્થાઈટિસ અને રોગપ્રતિકારક શક્તિની અસામાન્ય પ્રતિક્રિયા સાથે સંકળાયેલો રુમેટોઈડ આર્થાઇટિસ મુખ્ય છે. બંનેની અસર કારણો અને સારવારની પદ્ધતિ અલગ હોઈ શકે છે. તેથી દરેક સાંધાના દુખાવાને એક જપ્રકારનો સંધિવા માનીને દવા લેવી યોગ્ય નથી. સંધિવાને માત્ર વૃદ્ધાવસ્થા સાથે જોડવું યોગ્ય નથી. યુવાનોમાં સાંધાની ઈજાઓ, શરીરનું વધતું વજન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને સાંધા પર વારંવાર પડતો વધારે ભાર કેટલીક સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને કામ કરવું, કસરતનો અભાવ અને અનિયમિત જીવનશૈલી પણ શરીરના હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
જોકે, દરેક પ્રકારના સંધિવા માટે આ કારણો જવાબદાર નથી. રુમેટોઈડ આર્થાઇટિસમાં રોગપ્રતિકારક શક્તિની અસામાન્ય પ્રતિક્રિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાં આનુવંશિક વલણ અને અન્ય પરિબળો પણ સંકળાયેલા હોઈ શકે છે. તેથી માત્ર બેઠાડુ જીવનશૈલીને કારણે જ સંધિવા થાય છે એવું માનવું ખોટું છે.
સંધિવાથી બચવા અને તકલીફ તકલીફ ઘટાડવાશું કરવું?
* શરીરનું વજન યોગ્ય મર્યાદામાં જાળવવું, નિયમિત ચાલવું, સ્નાયુઓને મજબૂત બનાવતી કસરતો કરવી.
* લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી ન રહેવું.
* કસરત ધીમે ધીમે શરૂ કરવી અને સાંધામાં તીવ્ર દુખાવો હોય તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી.
* પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો.
* પૂરતી ઊંઘ લેવી અને સાંધાની ઈજા થાય ત્યારે યોગ્ય સારવાર કરાવવી.
* પોતાની રીતે લાંબા સમય સુધી દુખાવાની દવાઓ લેવી, સ્ટેરોઈડનો ઉપયોગ કરવો કે વૈજ્ઞાનિક આધાર વિનાના ઉપચારો પર આધાર રાખવો જોખમી બની શકે છે.
સંધિવાના કેસ મહિલાઓમાં શા માટે વધારે જોવા મળે છે?
ઘરકામ, લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરવું, વારંવાર બેસવું-ઊઠવું અને આરામનો અભાવ સાંધાની તકલીફને વધુ અનુભવાય તેવી બનાવી શકે છે. મેનોપોઝ બાદ એસ્ટ્રોજન લેવલ ઘટી જાય છે. એસ્ટ્રોજનથી ઈન્ફલેમેશન સામે લડવામાં મદદ મળે છે. એસ્ટ્રોજન ઘટતા સંધિવાનું જોખમ વધી જાય છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
