News of Wednesday, 24th June 2026
મહત્વના સમાચારો ઉડતી નજરે

*દિલ્હીમાં ૧૧ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર: ભાગવાનો પ્રયાસ કરતા પગમાં ગોળી વાગી*
દિલ્હીમાં એક હચમચાવી નાખનારી ઘટનામાં ૧૧ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યો છે. પોલીસ જ્યારે આરોપીને ગુનાના સ્થળે તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે તેણે અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે કરેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં આરોપીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સઘન પૂછપરછ ચાલુ છે.
*સરકારે સ્પષ્ટતા કરી કે ઇથેનોલ ફ્યુઅલમાં કીડીઓ ઉમટી પડી હોવાનો વિડીયો સંપૂર્ણપણે ખોટો છે અને વાહનોના એન્જિન ખરાબ થવાની કોઈ જ ફરિયાદ નથી*
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇથેનોલ ફ્યુઅલમાં કીડીઓ પડે છે. આ અંગે સરકારે સત્તાવાર નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે આ વિડીયો સંપૂર્ણપણે ફેક છે. પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણમાં શેરડીનો રસ ભેળવવામાં આવે છે તેવી અફવાઓ પણ પાયાવિહોણી છે. અત્યાર સુધીમાં કોઈપણ વાહનચાલક દ્વારા ફ્યુઅલના કારણે એન્જિન ખરાબ થયા હોવાની કોઈ સત્તાવાર રિપોર્ટ કે ફરિયાદ સરકારને મળી નથી.
*મહિલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો માર્ગ અત્યંત મુશ્કેલ બન્યો, આગળ વધવા ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે જીત મેળવવી ફરજિયાત*
મહિલા વર્લ્ડકપની વર્તમાન પરિસ્થિતિ જોતા ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવું ઘણું કપરું બની ગયું છે. ભારતને સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે પોતાની આગામી મેચોમાં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમોને હરાવવી અત્યંત જરૂરી છે. જો આ બેમાંથી એક પણ મેચમાં હાર થશે તો ભારતની સફર પૂરી થઈ શકે છે. નોંધનીય છે કે આ વૈશ્વિક ટુર્નામેન્ટમાંથી અત્યાર સુધીમાં કુલ ૪ ટીમો સત્તાવાર રીતે બહાર થઈ ચૂકી છે.
*હોર્મુઝની સમુદ્રધુનીમાં ફસાયેલા ૧૧૦૦૦ નાવિકોને બચાવવાનું મહાઅભિયાન શરૂ, અમેરિકા અને ઈરાન સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે*
હોર્મુઝ ક્ષેત્રમાં ફસાયેલા અંદાજિત ૧૧૦૦૦ નાવિકોના જીવ બચાવવા માટે એક વિશાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે આ બચાવ કાર્યમાં બે કટ્ટર વિરોધી દેશો અમેરિકા અને ઈરાન એકસાથે મળીને સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. બીજી તરફ આ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવા અને પીસ ડીલ પર સંમતિ સાધવા માટે અમેરિકાના વિદેશ મંત્રી યુએઈ પહોંચ્યા છે અને મંત્રણાઓ ચાલી રહી છે.
*૧૮માં જન્મદિવસે જ ઘરની બહાર નીકળેલી વિદ્યાર્થિનીની ગટરમાંથી લાશ મળી, માથામાં ઊંડી ઈજાના નિશાન અને બોયફ્રેન્ડ પોલીસ કસ્ટડીમાં*
એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં એક યુવતીની તેના ૧૮માં જન્મદિવસે જ નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે. મોડી રાત્રે પોતાના ઘરેથી નીકળેલી આ વિદ્યાર્થિનીની લાશ ગટરમાંથી દાટેલી હાલતમાં મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીના માથા પર ૬ ઈંચ જેટલી ઊંડી ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ ગંભીર મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મૃતક યુવતીના બોયફ્રેન્ડની શંકાના આધારે અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે.
*ગોરખપુરમાં સતત મહેણાં ટોણાથી કંટાળીને ભાણીએ પોતાની જ મામીની ઘાતકી હત્યા કરી, લીલી બંગડીઓ પરથી ગુનાનો ભેદ ઉકેલાયો*
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પારિવારિક કંકાસનું એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. સતત સાંભળવા મળતા મહેણાં ટોણાથી કંટાળી જઈને એક ભાણીએ પોતાની સગી મામીની ચપ્પુ વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને જંગલમાં ફેંકી દીધી હતી. જોકે પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી મળેલી લીલી બંગડીઓના આધારે આ આખી હત્યાનો પર્દાફાશ થયો હતો અને આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી છે.
*મેરઠમાં કાર રેસિંગના ચક્કરમાં એક વેપારીના નબીરાએ રસ્તા પર ઉભેલા ૭ પોલીસકર્મીઓને પોતાની કાર નીચે કચડી નાખ્યા*
ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે. એક ધનિક વેપારીનો પુત્ર પોતાના ભાઈ સાથે જાહેર રસ્તા પર કારની રેસ લગાવી રહ્યો હતો. આ બેફામ ગતિએ આવતી કારે ફરજ પર ગસ્ત કરતા અને રસ્તાની બાજુમાં ઉભેલા ૭ જેટલા પોલીસકર્મીઓને નિર્દયતાથી કચડી નાખ્યા હતા. આ ગંભીર અકસ્માતમાં પોલીસકર્મીઓને ભારે ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ પોલીસ તંત્રમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
