તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 24th September 2026
ટ્રમ્પ ઇરાન સાથે સમાધાનમાં અસફળ રહેશે તો મધ્યવર્તી ચુંટણીમાં પણ અસફળ રહેશે!!
આ કારણે ટ્રમ્પની ‘પીછા વગરના મોર' જેવી સ્થિતિ સર્જાઇ : વિશ્વમાં અમેરીકાની શાખ, બાકી બચેલા ટ્રમ્પ શાસનના અઢી વરસમાં સાવ તળીયે પહોંચી જશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૪: યુનાઇટેડ નેશન્સ મહાસભામાં અમેરીકાની ધરતી પરથી જ ઇરાની રાષ્ટ્રપતિ મસુદ પેજેસ્કીયાને તેના રપ મીનીટના ભાષણમાં જે જે શબ્દો કહ્યા તેના પરથી હવે એ સ્પષ્ટ થાય છે કે અમેરીકામાં આગામી ત્રીજી નવેમ્બરે મધ્યવર્તી ચુંટણી અર્થાત મીડ ટર્મ ઇલેકશન યોજાનાર છે. ઇરાની રાષ્ટ્રપતિએ તેના સંબોધનમાં જે જે શબ્દો કહ્યા તે વૈશ્વિક સ્તરે ન્યાયપુર્ણ દ્રષ્ટિએ જોવાઇ રહયા છે. અમેરીકી મતદારો પણ તેને આજ રીતે મુલવી રહયા છે. જેથી હવે અમેરીકામાં આગામી દિવસોમાં મિડ ટર્મ ઇલેકશન આવે એ પહેલા ટ્રમ્પ તેના ધમકીઓના સુર બદલીને ઇરાન સાથે સમાધાન કરી. હોર્મુઝને પહેલાની જેમ પુવૂવત કરવામાં અસફળ રહેશે તો શકય એજ છે કે મધ્યાવતી ચુંટણીમાં પણ ટ્રમ્પ અસફળ સાબીત થશે અને એવુ થયે ટ્રમ્પની વૈશ્વિક સ્તરે જોહુકમી પર કાયદાકીય લગામ આવશે. અને ટ્રમ્પ શાસનના હવે પછી લોકો બાકી રહેલા અડધા શાશનકાળમાં અમેરીકાની શાખ સાવ તળીયે પહોંચાડી દેવાનું નીમીત ટ્રમ્પ બનશે.
યુનાઇટેડ નેશન્સ મહાસભામાં ઇરાની રાષ્ટ્રપતિએ કરેલા સંબોધનના કેટલાક મુખ્ય અંશો જોઇએ તો પેજેસ્કીયાને કહયું હતું કે ઇરાન ઝુકશે નહી, અમને આતંકી કહેવામાં આવે છે પણ અમે ખુદ (અમેરીકા)આતંકવાદથી પીડીત છીએ.
ઇરાન ન્યુકલીયર હથીયાર નથી બનાવી રહયું પણ ન્યુકલીયર ટેકનોલોજી રાખવી એ અમારો હક છે. હોર્મુઝનો ઉપયોગ ઇરાનને નુકશાન કરવા માટે થવા નહી દેવાય.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
