<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

ટીનેજર્સની વચ્‍ચે સેક્‍સ ગુનો કેવી રીતે?: સુપ્રીમનો સવાલ

ઘણીવાર માતા-પિતા પ્રતિષ્ઠા બચાવવા પોક્‍સો એક્‍ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવે છેઃ સુપ્રીમ કોર્ટ : ટીનેજર્સના રાઈટ ટુ પ્રાઇવસી સાથે જોડાયેલા એક સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમની વેધક ટકોર

નવી દિલ્‍હી તા.૧૪: સુપ્રીમ કોર્ટે કિશોરો એટલે કે ટીનએજર્સના પરસ્‍પરની સહમતીથી ૧) શારીરિક સંબંધ બાંધતા કિસ્‍સાઓમાં ‘‘પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સ એક્‍ટ, ૨૦૧૨' ૪ (પોક્‍સો)ના ઉપયોગ પર સવાલ ઉઠાવ્‍યા છે. જાસ્‍ટિસ બી.વી. નાગરત્‍ના અને જાસ્‍ટિસ આર. મહાદેવનની પીઠે સંબંધ બાંધે છે અને ઘર છોડી દે છે. અવલોકન કર્યું હતું કે, ૧૫થી ૧૮ વર્ષના બાળકો પણીવાર પરસ્‍પર સહમતીથી જ્‍યારે આવી ટીનએજ છોકરીઓ પોતાના પાર્ટનર સાથે ભાગી જાય છે, ત્‍યારે માતા-પિતા ઘણીવાર ખેતાની એક્‍ટ હેઠળ ગુનાહિત કાર્યવાહીનો સહારો લે છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્‍યું કે, ‘‘સરકાર કોઈ છોકરો અને છોકરી ભાગી જાય તેને કેવી રીતે રોકી શકે? પોક્‍સો એ બાળકો સાથેના જાતીય શોષણ અને ઉત્‍પીડન માટે છે. ૧૫-૧૮ વર્ષની ઉમર સંવેદનશીલ હોય છે. આ ઉંમર કંઈક નવું અજમાવવાની હોય છે. પ્રશ્ન એ છે કે શું આ ખરેખર પોક્‍સોનો મામલો બને છે?ૅ

હકીકતમાં, સુપ્રીમ કોર્ટ ટીનેજર્સના રાઈટ ટુ પ્રાઇવસી સાથે જોડાયેલા એક સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી હતી. આ મામલો કોલકત્તા હાઈકોર્ટના એક ચુકાદ્ય સંબંધિત હતો, જેમાં કિશોરવયની છોકરીઓને કહેવામાં આવ્‍યું હતું કે તેમણે બે મિનિટના સુખ ને બદલે પોતાની જાતીય ઈચ્‍છાઓ પર ‘‘કાબૂ'' રાખવો જોઈએ. બાદમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તે ચુકાદાને રદ કર્યો હતો. આ કેસમાં આજે, વરિષ્ઠ એડવોકેટ માધવી દીવાને કોર્ટને તે મામલાની વર્તમાન સ્‍થિતિ વિશે માહિતી આપી, જેના કારણે કોલક આવ્‍યા ઈકોર્ટનો વિવાદાસ્‍પદ ચુકાદો વરિષ્ઠ વકીલ દીવાને કહ્યું, આ મામલો એક સગીર છોકરીના ૨૫ વર્ષના યુવક સાથે ભાગી જવા સાથે જોડાયેલો હતો. તે કેસ ઉકેલાઈ ગયો હતો. મોટે ભાગે મામલો સંપન્ન થઈ ગયો હતો. કોર્ટે એક સમિતિ બનાવી હતી. સોશિયલ વર્કર્સે તે છોકરી સાથે વાત કરી હતી. પોક્‍સો કેસોમાં સિસ્‍ટમની નિષ્‍ફળતા અંગે એક મજબૂત રિપોર્ટ દાખલ કરવામાં આવ્‍યો હતો. દીવાને વધુમાં ઉમેર્યું કે પોક્‍સો એક્‍ટ હેઠળ સગીરોને પુનર્વસનના કેટલાક ઉપાયો મેળવવાનો અધિકાર છે. કોર્ટે પૂછયું કે શું આ ભાગી જવાનો કિસ્‍સો હતો કે અપહરણનો? વકીલ દીવાને મૂળના જણાવ્‍યું કેપીડિત યુવતી તે વ્‍યક્‍તિ સાથે બાળક પણ છે. ત્‍યાર પછી કોર્ટે પોક્‍સો એક્‍ટના દુરુપયોગ વિશે એક સામાન્‍ય ટિપ્‍પણી કરીને કહ્યું કહ્યું કે, ‘‘૧૬-૧૮ વર્ષની ઉંમરમાં તેઓ સંબંધ બાંધે છે અને ભાગી જાય છે. માતા-પિતા પોતાની ઈજ્જત બચાવવા માટે ગુનાહિત કેસ દાખલ કરી દે છે. અમારે તેમને નિર્દોષ છોડવા પડે છે.'' આ દરમિયાન, દીવાને કે આવી સમસ્‍યાઓને રોકવા માટે એક વ્‍યવસ્‍થિત સિસ્‍ટમની જરૂર છે.

(1:43 PM IST)