તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દાદાની વહેંચાયેલી મિલકતમાં પૌત્રનો જન્મસિદ્ધ અધિકાર નથી હોતો
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ પિતાના હિસ્સામાં આવેલી સંપત્તિ તેમની અંગત માલિકીની ગણાય, પિતા હયાત હોય ત્યાં સુધી પુત્ર દાવો ન કરી શકે

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પૈતૃક સંપત્તિના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે દાદાની મિલકતના ભાગલા થયા પછી પિતાના હિસ્સામાં આવેલી જમીન કે મિલકત પર પૌત્ર જન્મના આધારે પોતાનો હક માંગી શકતો નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ જ્યારે વડીલોાર્જિત મિલકતના ભાગલા પડે છે અને તે પિતાના ભાગે આવે છે, ત્યારે તે સંપત્તિ પિતાની અંગત કે સ્વપાર્જિત મિલકત બની જાય છે.
આ કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરતાં અદાલતે નોંધ્યું હતું કે પિતા જ્યારે પોતાની હિસ્સાની મિલકતના માલિક બને છે, ત્યારે પિતા જ્યાં સુધી જીવિત હોય અથવા જ્યાં સુધી તેઓ પોતાની મરજીથી વહેંચણી ન કરે, ત્યાં સુધી પુત્ર કે પૌત્ર તેમાં જન્મસિદ્ધ અધિકારનો દાવો કરી શકતો નથી.
અગાઉ અનેક પારિવારિક વિવાદોમાં વડીલોાર્જિત મિલકતને લઈને પેઢી દર પેઢી દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતના આ સ્પષ્ટ અને વ્યાપક ચુકાદાથી મિલકત વિવાદો અને કાનૂની અસ્પષ્ટતા અંગે એક મોટુ માર્ગદર્શન મળી રહેલ છે.
આ ચુકાદાને પગલે હવે દેશભરમાં કૌટુંબિક મિલકતના વહેંચણી અને ઉત્તરાધિકારના કેસોમાં કાનૂની પ્રક્રિયાઓ વધુ સ્પષ્ટ બનશે તથા અદાલતોમાં પેન્ડિંગ રહેલા પ્રોપર્ટી ડિસ્પ્યુટના નિકાલમાં સરળતા રહેશે તેવી કાનૂની નિષ્ણાતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં આ ચુકાદો લોઅર કોર્ટ્સ અને હાઈકોર્ટોમાં પ્રોપર્ટી સંબંધિત તમામ દીવાની દાવાઓમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ નિર્ણય તરીકે ઉપયોગમાં લેવાશે, જેનાથી મિલકતના હકો અંગેની સ્થિતિ કાયમ માટે પારદર્શક થઈ ગઈ છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
