News of Sunday, 20th September 2026
હોન્ડા સિટી કારમાંથી ૩૦૦ કરોડનું હેરોઈન ઝડપાયું: ફરીદકોટ પોલીસે ચાર કુખ્યાત દાણચોરોને દબોચ્યા
ડ્રગ વિરોધી ઝુંબેશ હેઠળ પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી પિસ્તોલ અને અબજો રૂપિયાનો જથ્થો જપ્ત

ફરીદકોટ : ફરીદકોટ પોલીસે નાકાબંધી અને સઘન તપાસ દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી અંદાજે ૪૭ કિલોથી વધુ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન, ત્રણ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવંત કારતૂસ જપ્ત કરીને ચાર કુખ્યાત દાણચોરોની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે.
ડ્રગ વિરોધી અભિયાનના ભાગરૂપે ફરીદકોટ પોલીસની સીઆઈએ (CIA) ટીમે સાદિક-દીપ સિંહ વાલા રોડ પર કૌની ગામ નજીક વિશેષ ચેકપોસ્ટ ગોઠવીને ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન દીપ સિંહ વાલા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ હોન્ડા સિટી કારને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા આ શંકાસ્પદ હોન્ડા સિટી કારની ઝીણવટભરી તલાશી લેવામાં આવતા તેમાંથી ૪૭ કિલો ૩૩૨ ગ્રામ જેટલું અધધ હેરોઈન, ત્રણ વિદેશી બનાવટની .૩૦ બોર પિસ્તોલ, મેગેઝિન અને ૧૫ જીવંત કારતૂસ મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૩૧૫ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ડ્રગ રેકેટ અને હથિયારોની હેરાફેરીના આ મોટા નેટવર્કને પર્દાફાશ કરવા માટે પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે જેથી આ સિન્ડિકેટના અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચીને કાયદેસરના કડક પગલાં ભરી શકાય.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
