<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

અકિલા પરિવારને સધિયારો આપતા હર્ષ સંઘવી...ભાવૂક ક્ષણો

રાજકોટઃ અકિલા-ગણાત્રા-નાગ્રેચા પરિવારના ભાવનાબેનને ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. સદ્‌ગતની પ્રાર્થનાસભામાં ગુજરાત રાજ્‍યના ઉપમુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ અકિલા પરિવારને આ દુઃખની વેળાએ સધિયારો આપ્‍યો હતો. શ્રી સુરેશભાઈ ગણાત્રા (જલારામ જ્‍યોત) અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, અકિલાના એક્‍ઝીક્‍યુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઈ ગણાત્રા તેમજ ગણાત્રા અને નાગ્રેચા પરિવારને શ્રી હર્ષ સંઘવીએ સાંત્‍વના આપી હતી. આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા,  ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યાય ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ દોરી, સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવ, પૂર્વ કોર્પોરેટર મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઈ ચાવડા તેમજ અકિલા પરિવારના નરેન્‍દ્રસિંહ જાડેજા, ઉદયભાઈ વેગડા સહિતના નજરે પડે છે.(તસ્‍વીરઃઅશોક બગથરીયા)

(10:48 AM IST)