તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 26th July 2026
વિરોધ પ્રદર્શનનો સુખદ અંત: જંતર-મંતર ખાલી કરાયું, દિલ્હી મેટ્રો અને ઇન્ટરનેટ સેવાઓ પૂર્વવત થઈ
મધ્ય દિલ્હીમાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનનો સત્તાવાર રીતે આવ્યો અંત, નવા શિક્ષણ પ્રધાન તરીકે પ્રહલાદ જોશીની નિમણૂક સાથે જનજીવન સામાન્ય બન્યું

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચી લેવામાં આવતા રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં યુદ્ધના ધોરણે ક્લિયરન્સ અને સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે છેલ્લા કેટલાક દિવસોથી અસ્તવ્યસ્ત બનેલી દિલ્હીની નબીઝ ફરી ધબકતી થઈ છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJP એ રવિવારે સવારે જંતર-મંતર પરથી પોતાના ધામા હટાવી લીધા હતા, જેના પરિણામે સુરક્ષા એજન્સીઓ અને NDMCના કર્મચારીઓએ રસ્તાઓ ધોઈને સમગ્ર વિસ્તારને પૂર્વવત કરવાનું કાર્ય ઝડપથી પૂર્ણ કર્યું હતું.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન બંધ રાખવામાં આવેલા રાજીવ ચોક, મંડી હાઉસ, જનપથ અને સેન્ટ્રલ સેક્રેટરીએટ સહિતના તમામ ૧૮ મુખ્ય મેટ્રો સ્ટેશનો પરથી સુરક્ષા પ્રતિબંધો હટાવી લેવાયા છે અને મુસાફરો માટે પ્રવેશ તથા બહાર નીકવાના બંને દરવાજા સંપૂર્ણપણે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
CJP ના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી મુખ્ય માંગણીઓ સ્વીકારવાની ખાતરી મળ્યા બાદ સદ્ભાવનાના પ્રતીક રૂપે આ આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં NEET ઉમેદવારોના શોકસંતપ્ત પરિવારોને યોગ્ય વળતર આપવા અને વિરોધીઓ સામે નોંધાયેલી FIR પરત ખેંચવાની વહીવટી સંમતિનો સમાવેશ થાય છે.
આ અશાંતિના સમયગાળા અને લાંબી વાટાઘાટોના અંતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ પરીક્ષા સુધારાની માંગણીઓ સ્વીકારવાની ઘોષણા કરી હતી, અને આ મહત્વપૂર્ણ ફેરફારો વચ્ચે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જેમણે નવો કાર્યભાર સંભાળીને વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.
એક મહિનાથી વધુ ચાલેલા આ સંઘર્ષ અને સોનમ વાંગચુકની ૨૬ દિવસીય ભૂખ હડતાલ બાદ હવે મધ્ય દિલ્હીમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે, જેથી નાગરિકો સામાન્ય દૈનિક વ્યવહાર તરફ પાછા ફર્યા છે..
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
