<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

હનુમાન મંદિર જ્‍યાં વર્ષમાં માત્ર બે મહિના દર્શન થઈ શકે છેઃ બાકીનો સમય રહે છે જળમગ્ન

માત્ર ઉનાળાના બે મહિના અહીં કમર સુધીના પાણીમાં જઈને દર્શન કરી શકાય છે

કરૌલી તા.૨૪: રાજસ્‍થાનના કરૌલી જિલ્‍લામાં એક એવું હનુમાન મંદિર છે જે આખું વર્ષ પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્‍ત ઉનાળાના બે મહિના એમાં કમરસમા પાણીમાં દર્શન કરવા જઈ શકાય છે. વરસાદના દિવસોમાં આ મંદિર જળમગ્ન થઈ જાય છે. આ એવું મંદિર છે જ્‍યાં હનુમાનજીના ખભા પર ભગવાન રામ અને લક્ષ્મણજી બિરાજમાન છે અને એને ચમત્‍કારિક માનવામાં આવે છે. ભાવિકો બાધા રાખવા માટે આ મંદિરમાં આવતા રહે છે.

ચારે તરફ પાણી હોવા છતાં એ મજબૂતીથી ઊભું છે. કરૌલીના વીરવાંસના પહાડોમાં આ મંદિર આવેલું છે અને ૪૦ વર્ષથી પાણીથી ઘેરાયેલું છે. આ મંદિર પાસે જ અંજનીમાતાનું મંદિર છે. ભાવિકોમાં આ મંદિર બગીચેવાલે હનુમાન તરીકે પ્રસિદ્ધ છે અને હજારો વર્ષ પ્રાચીન માનવામાં આવે છે

(10:03 AM IST)