News of Thursday, 16th July 2026
ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડની આવકમાં ૪૧૪% અને નફામાં ૧,૬૦૦%નો ઉછાળો

રાજકોટ, તા.૧૬: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલી ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડ (BSE: 524238) એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિકમાં નોંધપાત્ર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીની ઓપરેશનલ આવકમાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે, જ્યારે ચોખ્ખા નફામાં ૧,૬૦૦ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ વળદ્ધિ તેના ક્લીન એનર્જી બિઝનેસ તરફના વ્યૂહાત્મક પરિવર્તનનું પરિણામ છે. મંગળવારે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકના સ્ટેન્ડઅલોન અનઓડિટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુરલી શિવશંકરણ નાયરએ જણાવ્યું હતુઃ અમે કંપનીની વિકાસયાત્રાના એક નવા અને ઉત્સાહજનક તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામો અમારી વ્યૂહાત્મક દિશા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધી રહેલી ગતિને પ્રતિબિંબિત કરે છે. ‘રિજેનોવા રિન્યુટેક લિમિટેડ' તરીકેનું પ્રસ્તાવિત પરિવર્તન સ્વચ્છ ર્જા, ટકાઉ વિકાસ અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે ઉત્તમ અમલીકરણ, ગ્રાહકો સાથે મજબૂત સંબંધો અને ભવિષ્ય માટે સ્કેલેબલ વ્યવસાયિક પ્લેટફોર્મ ઉભું કરવા પ્રતિબદ્ધ છીએ.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
